Tuesday, February 25, 2025
HomeGujaratAhmedabad22 વર્ષે ફરી ધૂણ્યો ગુજરાત પોલીસે ખોટી રીતે ડ્રગના ગુનામાં ‘ફીટ’ કરી...

22 વર્ષે ફરી ધૂણ્યો ગુજરાત પોલીસે ખોટી રીતે ડ્રગના ગુનામાં ‘ફીટ’ કરી દીધાનો કેસ

Date:

spot_img

Related stories

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

વડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર...

પેલેડિયમ અમદાવાદ ની 2જી વર્ષગાંઠ: પ્રેમનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ!

ગુજરાતનું સૌથી આઈકોનિક શોપિંગ અને મનોરંજન ગંતવ્ય, પેલેડિયમ અમદાવાદ,...

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...
spot_img

22 વર્ષ પહેલા ગુજરાત પોલીસે ખોટી રીતે એક યુવાનને ડ્રગ્સના ગુનામાં સંડોવીને ફીટ કરી દીધો હતો. જેમાં પોલીસના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓથી લઇને જે તે સમયે ન્યાયપાલિકામાં ઉચ્ચ સ્થાને ફરજ બજાવતા હાઈકોર્ટના જસ્ટિસ સામે પણ સવાલ થયા છે.તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને ખાસ SITની રચના કરી સમગ્ર કેસની તપાસ કર્યા બાદ 3 મહિનાની અંદર અહેવાલ કોર્ટને સુપરત કરવા જણાવ્યું છે. આ હાઈપ્રોફાઇલ કેસમાં સેવાનિવૃત્ત હાઈકોર્ટ જસ્ટિસ આર.આર. જૈન, ફરજ પરથી દૂર કરવામાં આવેલ IPS ઓફિસર સંજીવ ભટ્ટ અને બનાસકાંઠા પોલીસ વિરુદ્ધ આરોપ મુકાવામાં આવ્યા છે કે તેમણે રાજસ્થાનના વકીલ યુવાનને 1996માં પાલનપુર ખાતે ખોટી રીતે ડ્રગ્સ ડિલિંગના કેસમાં સંડોવી દીધો હતો.જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કેસની સુનાવણીમાં આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘આટલો ગંભીર કેસ 1996માં નોંધવામાં આવ્યો તેમ છતા પાછલા 2 દાયકાથી ગુજરાત પોલીસે કેસમાં કોઈ તપાસ જ નથી કરી? જ્યારે રાજસ્થાન પોલીસે સમગ્ર કેસની તપાસ કરી છે’1996ના મે મહિનામાં બનાસકાંઠા પોલીસે મૂળ રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ પાલનપુરના એક હોટેલમાં કરી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર તેમને રાજપુરોહિતના રુમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું. જોકે બીજ જ દિવસે પોલીસ દ્વારા કરવામાં આવે ઓળખ પરેડમાં હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. જે બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રીપોર્ટ મુક્યો હતો. જેને કોર્ટે એક સપ્તાહ બાદ મંજૂર રાખ્યો હતો.જેના પાંચ મહિના બાદ રાજપુરોહિતે પાલી ખાતે જસ્ટિસ જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેઓ તે સમયે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા. જ્યારે સંજીવ ભટ્ટ કે જેઓ તે સમયે બનાસકાંઠા જિલ્લાના SP હતા અને તેમના અન્ય સાથી પોલીસ અધિકારીનું નામ પણ આ ફરિયાદમાં લેવામાં આવ્યું હતું. રાજપુરોહિતે આરોપ મુક્યો કે પાલી ખાતે જસ્ટિસ જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા મામલે બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું.જે બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટસિ જૈન, સંજીવ ભટ્ટ અન અન્યોના કોલ રેકોર્ડ તપસ્યા હતા. જેમાં રાજપુરોહીતના આરોપને પ્રમાણિત કરતા પૂરાવા આપવામાં આવ્યા હતા. બીજી એક મહત્વપૂર્ણ માહિતી એ પણ સામે આવી હતી કે રાજપુરોહિત અને જૈનના પરિવાર વચ્ચે સમજૂતી થઈ હતી કે જેવા દુકાનની માલિકાના હક્કપત્રો સોંપવામાં આવશે તેવીજ રાજપુરોહિતને જેલમાંથી છોડી દેવામાં આવશે. આ બાબતે લેખીત સમજૂતી પણ તૈયાર કરાઈ હતી.રાજસ્થાન પોલીસે આ મામલે તપાસ પૂર્ણ કર્યા બાદ જસ્ટિસ જૈન દ્વારા 1998માં જ્યારે તેઓ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થઈ ગયા હતા ત્યારે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે પાલનપુર ખાતે દાખલ કરવામાં આવેલ FIRને જોતા સ્પષ્ટ થઈ જાય છે કે રાજસ્થાન પોલીસે પ્રદેશના મુખ્યમંત્રી અને પાલી બાર એસોશિએશનના દબાણમાં આ કેસની તપાસ કરી હતી.જે બાદ 1992 તેવા જ મતલબની બીજ એક પીટીશન સંજીવ ભટ્ટ અને તેમના સાથી કર્મચારી આઈ.બી. વ્યાસ દ્વારા પણ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે પાલનપુર ખાતે નોંધાયેલ ડ્રગ્સના ગુનાની FIR જોતા ખ્યાલ આવશે કે કઈ રીતે પોલીસને માહિતી મળી હતી અને રાજસ્થાન પોલીસે કેટલી મેલીમુરાદ સાથે આ કેસની તપાસ કરી છે. હાલ, તો ગુજરાતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધની રાજસ્થાન પોલીસની ચાર્જશિટનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

WAPTAG વોટર એક્સ્પોની નવમી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ...

વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી...

વડોદરા ડિવિઝનના ૨૫ રેલ કર્મચારીઓને મળ્યો ડીઆરએમ એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર...

પેલેડિયમ અમદાવાદ ની 2જી વર્ષગાંઠ: પ્રેમનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ!

ગુજરાતનું સૌથી આઈકોનિક શોપિંગ અને મનોરંજન ગંતવ્ય, પેલેડિયમ અમદાવાદ,...

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here