
સોમવાર-મંગળવારની સરખામણીએ આજે મહાકુંભમાં ભીડ ઓછી છે. સંગમ નોજ પર પણ આવી જ સ્થિતિ છે. પ્રયાગરાજ શહેરમાં પ્રવેશ માટે બનાવેલા 7 એન્ટ્રી પોઈન્ટ પર કોઈ લાંબો જામ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મહાકુંભમાં આવશે. તેઓ સંગમમાં સ્નાન અને ગંગાની પૂજા કરી શકે છે.બુધવારે સવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની પત્ની સીમા નકવીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સવારે 10 વાગ્યા સુધી 49.02 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મહાકુંભ સમાપ્ત થવામાં હવે માત્ર 7 દિવસ બાકી છે. 38 દિવસમાં કુલ 55.56 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે મહાકુંભમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ઘણા રાજ્યોના મંત્રીઓ પહોંચશે.સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે સરકારે ભીડને ધ્યાનમાં રાખીને મહા કુંભ મેળો માર્ચ સુધી લંબાવ્યો છે. આ અંગે પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર મંદારે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો. મહા કુંભ મેળાનું સમયપત્રક મુહૂર્ત અનુસાર જાહેર કરવામાં આવે છે અને અગાઉથી નક્કી કરવામાં આવે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ પુર્ણ થશે.મંગળવારે રાત્રે શહેરથી હાઇવે સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના રસ્તાઓ પર ભક્તોની ભીડ જામી હતી.