જામનગર :મધ્યરાત્રિથી સવાર સુધીમાં જામનગર (Jamnagar) માં પણ અવિરત વરસાદ રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ (heavy rain) નોંધાયો છે. જામનગર જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.ઉપરવાસમાં વરસાદને પગલે જામનગરના ડેમ છલકાયા છે. જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો વેણું વનાણા ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના મેલાણ, કડબાલ, કોટડા બાવીસી, ગીન્ગણી, સીદસરના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-2 ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. જેથી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠવાસના માજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. જામજોધપુર તાલુકામાં ઉમિયા સાગર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. સીદસર, હરીયાસણ, ખારચીયા, રાજપરા, રબારીકા, જારના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.