છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણની ઝડપ પર બ્રેક લાગી અને છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ મોત થયા છે.ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો ચાલુ છે. 40 દિવસ બાદ દેશભરમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 1,96,427 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,69,48,874 પર પહોંચ્યો છે. એક દિવસમાં 3,26,850 દર્દીઓ રિકવર થયા. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,40,54,861 થઈ છે. હાલ દેશમાં 25,86,782 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,85,38,999 લોકોને રસી અપાઈ છે.