Wednesday, March 11, 2026
HomeGUJARATI5 રૂપિયામાં ભોજન બાદ હવે 5 રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ, ગુજરાત...

5 રૂપિયામાં ભોજન બાદ હવે 5 રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ, ગુજરાત સરકાર લાવી ‘શ્રમિક બસેરા યોજના’

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

ગુજરાતમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં ભોજન આપવાની યોજના પછી રાજ્ય સરકારે પાંચ રૂપિયામાં હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ ઊભા કરવામાં આવેલા આવાસનો લાભ 15 હજારથી વધુ શ્રમિકોને મળશે.રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનારા આવાસોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ આવાસો બનાવવાની યોજના છે. સરકારે શ્રમિકો માટે રાહતદરે પાંચ રૂપિયામાં ભોજન આપતા 290 ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 2.54 કરોડ ભોજન વિતરણ થયું છે. રાજ્યના શ્રમિકો 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામ કરવાની શક્તિ ન હોય તો તેમના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શનની રકમ તેમને કેન્દ્રની યોજના મારફતે મળે છે.

શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. 3 વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ બનાવાશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ‘આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરાશે. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ ફેસેલિટી અને ઘોડિયાઘર જેવી સુવિધા શે.’અમદાવાદના સાત ઝોનમાં ઝોન દીઠ 1 હજાર 61 ચોરસમીટર સુધીનુ બાંધકામ ધરાવતા આવાસ બનશે. બે રૂમ, રસોડું સહિતની સુવિધા સાથે પશ્ચિમ ઝોનમાં 598, પૂર્વ ઝોનમાં 532, ઉત્તર ઝોનમાં 160, દક્ષિણ ઝોનમાં 350 તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 500 આવાસ બનાવવામાં આવી રહ્યા છે

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here