દેશના 7 સાંસદો અને 199 ધારાસભ્યોએ ઇલેક્શન કમીશનને પોતાના પર્માનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ની જાણકારી નથી આપી. PANની જાણકારી ન આપનારાઓની યાદીમાં સૌથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ નામાંકન ભરતી વખતે PANની જાણકારી આપવાની હોય છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચે 542 લોકસભા સભ્યો અને 4.086 ધારાસભ્યોના PAN ડિટલનું એનાલિસિસ કરી આ આંકડો રજૂ કર્યો છે.
ભાજપના 42 ધારાસભ્યોએ ન આપી જાણકારી
પક્ષ ધારાસભ્ય
કોંગ્રેસ 51
ભાજપ 42
CPI 45
મિઝોરમમાં 40 વિધાનસભા સીટો, 28એ ન આપી જાણકારી
રાજ્ય વિગત ન આપનારા ધારાસભ્યો કુલ ધારાસભ્યો
કેરળ 33 140
મિઝોરમ 28 40
મધ્યપ્રદેશ 19 230
5 રાજ્યોના 7 સાંસદોએ ન આપી જાણકારી
– ઓડિશાના 2 સાંસદોએ PANની જાણકારી નથી આપી. બંને BJD નેતા છે. બીજી તરફ, તમિલનાડુમાં AIADMKના બે સાંસદોએ તથા મિઝોરમ, આસામ અને લક્ષદ્વીપના એક-એક સાંસદે પોતાના નામાંકનમાં PAN ડિટેલ રજૂ નથી કરી.