રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા. 65 હજારથી વધુ લોકોએ ફ્લાવર શૉની ટિકિટ ખરીદી હતી. ટિકિટોમાં બાળકનો સમાવેશ થતો નથી. રિવરફ્રન્ટ પર જ ફ્લાવર શૉની સાથે સાથે કાઈટ ફેસ્ટિવલ ચાલતો હોવાથી દિવસભર રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. રવિવારે પણ 50 હજાર લોકોએ ફ્લાવર શૉ જોવા પહોંચ્યા હતા. કાઈટ ફેસ્ટિવલમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી.