Wednesday, January 22, 2025
HomeGujarat8000 કરોડનું GST કૌભાંડ, સુરતમાંથી ઝડપાયો માસ્ટરમાઈન્ડ, 246 શેલ કંપનીઓ ઊભી કરી...

8000 કરોડનું GST કૌભાંડ, સુરતમાંથી ઝડપાયો માસ્ટરમાઈન્ડ, 246 શેલ કંપનીઓ ઊભી કરી હતી

Date:

spot_img

Related stories

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...
spot_img

8000 Crore GST Scam: પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું 8000 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બંનાવટી કંપનીની તપાસનો રેલો મુંબઈ, રાજકોટ અને ભાવનગર પણ પહોંચ્યો છે. તેના માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે. હવે આ કૌભાંડમાં જીએસટી ઈન્ટેલિજન્સની ટીમે ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે.

અધધધ 8 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ
સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાએ 246 બનાવટી કંપનીઓ ખોલી અન્ય આરોપીઓ સાથે મળી અધધધ 8 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ બાબતે ડીજીજીઆઈ પૂણે ઝોનલ યુનિટના અધિકારી રુષિ પ્રકાશે પૂણેના કોરેગાવ પાર્ક પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી અશરફભાઇ કાલાવડિયા સહિત પોલીસે નીતિન બારગે, ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, અમિત તેજબહાદુર સિંહા, રાહુલ બારૈયા, કૌશિક મકવાણા, જીતેન્દ્ર ગોહેલ અને અન્યો સામે આઇપીસીની કલમ 420, 465,467, 471,120 (બી) 34 અને આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

આ બાબતે નોંધાયેલ એફઆઇઆર અનુસાર, ઓક્ટોબર 2023માં ડીજીજીઆઈની ટીમને પૂણે-સોલાપુર હાઈવે પર ગિરણી- શેવાળવાડી સ્થિત પઠાણ એન્ટરપ્રાઈઝીસ નામની કંપનીના અમૂક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ બાબતની તપાસમાં ડીજીજીઆઈના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની કોઈ કંપની ઉપર જણાવેલ સ્થળ પર અથવા અન્ય કોઇ સ્થળે અસ્તિત્વમાં જ નથી.

આ બાબતે વધુ તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે આ પ્રકારની એક કંપની ગુજરાતના ભાવનગરમાં પઠાણ શબ્બીરખાન અનવર ખાનના નામે નોંધાયેલી છે જ્યારે ડીજીજીઆઈની ટીમે આ બાબતે વધુ તપાસ કરી ત્યારે ખાન પણ ઓટોરિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું હતું. ખાનની આ બાબતે વધુ પૂછપરછ કરતાં તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેણે તેના નામે આવી કોઈ કંપની રજિસ્ટર ન હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.

આ વાતથી ચોંકી ઉઠેલા ડીજીજીઆઈના અધિકારીઓએ પઠાણ એન્ટરપ્રાઈઝીસ સહિત આ તમામ બનાવટી કંપનીઓ રજિસ્ટર કરવા વપરાયેલ એક વિશિષ્ટ મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તપાસ કર્તા ટીમના સ્કેનર રાજકોટમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખાતુ ધરાવતી જીત કુકડિયા નામની વ્યક્તિ આવી ગઈ હતી. જો કે અહીં વધુ તપાસ કરતા કુકડિયા ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પણ કુકડિયાએ આરોપી કૌશિક મકવાણા અને જીતેન્દ્ર ગોહેલ માટે ખાતુ ખોલી આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જો કે કુકડિયાએ પોતે ક્યારેય આ ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નહોતું.

ડીજીજીઆઈને આ તપાસમાં મળેલ મહત્ત્વની માહિતીના આધારે પુણે, મુંબઇ, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્ય આવ્યા હતા. આ તપાસના અંતે સ્પષ્ટ થયું હતું કે આ કેસનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી કાલાવડિયા પઠાણ એન્ટરપ્રાઇઝીસ સહિત અન્ય અમૂક બનાવટી કંપનીઓનું સંચાલન કરતો હતો. ત્યારબાદ કાલાવડિયાની 12મી માર્ચ 2024ના રોજ મીરા-ભાઈંદરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ડીજીજીઆઇના અધિકારીઓએ તેની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એકટ હેઠળ ધરપકડ કરી પૂણેની એક કોર્ટમાં હાજર કરતા હાલ તે યરવડા જેલમાં અદાલતી કસ્ટડી ભોગવી રહ્યો છે. વધુ તપાસમાં નીતિન બરગે મુંબઈમાં તેના કથિત બેન્ક એકાઉન્ટ અને બનાવટી કંપનીઓનું સંચાલન કરતો હોવાનું જણાયું હતું. જ્યારે મેવાલાલ કથિત રીતે કાલાવડિયાના કેશ ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરતો હતો.

મુંબઈનો અન્ય આરોપી નિઝામુદ્દીન ખાન તેને કથિત રીતે સીમકાર્ડ અનેસામાન્ય માણસોના કેવાયસીની વિગતો બેન્ક એકાઉન્ટ ખોલવા ઉપલબ્ધ કરી આપતો હતો. જ્યારે અમિત સિંહ કથિત રીતે બનાવટી કંપનીઓ ઊભી કરવામાં અને અને રાહુલ બારૈયા કથિત રીતે આ બનાવટી કંપનીઓના વેચાણમાં મદદરૂપ બનતો હતો તેવું એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે.

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ:દેશનાં 11થી...

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23...

અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ટ્રકનો ભયાનક અકસ્માત, ફળ-શાકભાજી વેચવા...

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત...

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here