ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ૨૦૧૮ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦મી પરીક્ષાનું પરિણામ આજે સવારે પાંચ વાગ્યથી જ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. ગુજરાત રાજ્યમાં ૯૦૮ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ૩૬૮ કેન્દ્રોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. આ વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૬૭.૫૦ ટકા જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગયા વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૬૮.૨૪ ટકા જાહેર થયું હતું. સુરત ૮૦.૦૬ ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું રાજ્ય બન્યું છે. જ્યારે દાહોદ ૩૭.૩૫ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું રાજ્ય બન્યું છે. ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૩.૭૩ ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૬૯ ટકા આવ્યું છે.
આ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનું ખોરાસા કેન્દ્ર ૯૬.૯૩ ટકા સાથે મોખરે છે જ્યારે દાહોદ જિલ્લાનું સુખસર કેન્દ્ર ૫.૯૩ ટકા સાથે સૌથી છેલ્લે છે. આ વર્ષે કુલ ૭૯૦૨૪૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૩૩૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે, ગત વર્ષે નાપાસ થયેલા જે વિદ્યાર્થીઓએ આ વખતે ફરી પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 14.18 ટકા સ્ટૂડન્ટ્સ પાસ થયા છે. ગણિતમાં આ વખતે ૬૮.૨૬ ટકા વિદ્યાર્થીઓજ પાસ થયા છે. આ ઉપરાંત, અંગ્રેજીનું પરિણામ પણ ઓછું રહ્યું છે. અંગ્રેજીમાં આ વખતે ૭૧.૨૧ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અંગ્રેજી પછી સૌથી ઓછું પરિણામ સાયન્સ અને ટેક્નોલોજીનું આવ્યું છે. આ વિષયમાં ૭૧.૪૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ધોરણ 10નું પરિણામ 67.50% આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાએ મેદાન માર્યું છે અને સુરત જિલ્લાનું પરિણામ 79.27% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે. ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ જોઇ શકશે. બપોરે 11 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં પરિણામમાં 1.18 ટકા વધુ રહ્યું છે.
રાજ્યમાંથી 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે સવારે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે. સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું રહ્યું છે. સુરતનું પરિણામ 79.27% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે. આ વખતે અમદાવાદ શહેરનું પરિણામ 72.42 ટકા આવ્યું છે, જ્યારે જિલ્લાનું પરિણામ 70.77 ટકા રહ્યું છે. શહેરની 15 સ્કૂલો સો ટકા રિઝલ્ટ લાવી છે. અમદાવાદના કાંકરિયા સેન્ટરનું રિઝલ્ટ સૌથી વધુ 94.01 ટકા, જ્યારે ગોમતીપુર સેન્ટરનું સૌથી ઓછું 55.38 ટકા રિઝલ્ટ આવ્યું છે.
ગણિતમાં સૌથી ઓછું પરિણામ
અગાઉથી જેની આશંકા હતી તે પ્રમાણે આ વખતે ગણિતનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ગણિતમાં આ વખતે 68.26 ટકા વિદ્યાર્થી જ પાસ થયા છે. આ ઉપરાંત, અંગ્રેજીનું પરિણામ પણ સૌથી ઓછું રહ્યું છે. અંગ્રેજીમાં આ વખતે 71.21 ટકા સ્ટૂડન્ટસ પાસ થયા છે. અંગ્રેજી પછી સૌથી ઓછું પરિણામ સાયંસ અને ટેક્નોલોજીનું આવ્યું છે. આ વિષયમાં 71.42 ટકા વિદ્યાર્થી પાસ થયા છે.
વિદ્યાર્થિનીઓનું 73.33%, વિદ્યાર્થીઓનું 64.69 % પરિણામ
– ગેરરીતિ બદલ 1198 વિદ્યાર્થીઓનું પરિણામ અનામત
– વેબસાઈટ પર કરાયું પરિણામ જાહેર
– અમદાવાદમાં માલવ ગોહિલ ટોપર્સ
– માલવ ગોહિલને 99.92, શાશ્વત મહેતાને 99.85 પર્સેન્ટાઈલ
– વિશ્વા સોનીને 99.63, રાજ પટેલના 99.67 પર્સેન્ટાઈલ
– પ્રથમ ક્રમાંક આવનાર વિદ્યાર્થીને 99.99 પર્સેન્ટાઈલ
ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા
A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6378
A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956
B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 72,739
B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110
C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350
C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,13,932
D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6937
E ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 12
615 વિદ્યાર્થી નું પરિણામ અનામત રખાયું
જિલ્લાવાર પરિણામની ટકાવારી
ગાંધીનગર 70.23%
અમદાવાદ શહેર 72.42%
અમદાવાદ ગ્રામ્ય 70.77%
સુરત 80.06%
જુનાગઢ 78.33%
રાજકોટ 75.92%
ડાંગ 72.50%
મોરબી 73.59%
દેવભૂમિ દ્વારકા 71.60%
જામનગર 71.28%
દમણ 70.71%
નવસારી 70.64%
ભાવનગર 69.17%
ગીર સોમનાથ 69.16%
બોટાદ 68.40%
નવસારી 70.64%
કચ્છ 68.30%
સુરેન્દ્રનગર 67.76%
બનાસકાંઠા 66.86%
વલસાડ 66.58%
દાહોદ 37.35%
વડોદરા 66.00%
અમરેલી 65.51%
પોરબંદર 62.81%
મહેસાણા 71.24%
પાટણ 62.04%
નર્મદા 60.79%
આણંદ 60.33%
સાબરકાંઠા 60.13%
દાદરાનગર હવેલી 59.31%
પંચમહાલ 58.41%
તાપી 58.37%
ખેડા 58.27%
સુરેન્દ્રનગર 67.76%
બનાસકાંઠા 66.86%
વલસાડ 66.58%
વડોદરા 66.00%
અમરેલી 65.51%
પોરબંદર 62.81%
નર્મદા 60.79%
આણંદ 60.33%
અરાવલ્લી 56.95%
દમણ 70.71%
દીવ 55.80%
છોટાઉદેપુર 49.06%
મહીસાગર 48.85%
ભરૂચ 70.14%