વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યાં છે. કિસાન સન્માન નિધિનો હપ્તો રિલિઝ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નવ કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યાં છે.એક તરફ, કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ, કેન્દ્ર સરકાર આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(પીએમ કિસાન)નો હપતો ટ્રાન્સફર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. દરેક ખેડૂતના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવશે.
આ દરમિયાન વડાપ્રધાન 6 રાજ્યના ખેડૂતોની સાથે વિડિયો-કોન્ફરન્સિંગથી વાત પણ કરશે. આ કાર્યક્રમને સમગ્ર દેશના 2 કરોડથી વધુ ખેડૂતોને બતાવવામાં આવશે.
આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી કાર્યક્રમ કરાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી, BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો સામેલ હશે. ખેડૂતોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન બતાવવામાં આવશે. આ દરમિયાન BJP કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને કૃષિ કાયદાઓને લઈને લખવામાં આવેલા કૃષિમંત્રીના પત્રને વહેંચશે.વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6 હજાર રૂપિયા 3 હપતામાં આપવામાં આવે છે. અત્યારસુધીમાં 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ માહિતી પ્રેસ-કોન્ફરન્સમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે PM મોદી કિસાનોને નવા કૃષિ કાયદાઓની ખૂબીઓ પણ બતાવશે. આ કાર્યક્રમ માટે 22 ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશના 2 કરોડ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે