
AMC દ્વારા જાહેર સલામતી અને નિયમનું પાલનના કરતી હોસ્પિટલ સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. BU પરવાનગી મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ 9 હોસ્પિટલોને સવારે સીલ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતાં AMCએ આ પગલું ભર્યું છે.
AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોય કે બાંધકામ નિયમિત કરાવી લીધું હોય તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતાં તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે, AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9હો સ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.


