ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં દરેકને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનુ સેવન કરવુ પસંદ પડે છે. બાળકોને તો આઈસ્ક્રીમ ખાવુ જ ગમે છે. તેથી તેમને માટે તમે ફ્રૂટ નાખીને કસ્ટર્ડ બનાવી શકો છો. જેનાથી તેમને આઈસક્રીમથી પણ વધુ મજા આવશે. આજે અમે તમને બતાવી રહ્યા છે મેંગો કસ્ટર્ડ બનાવવાની રેસેપી.
સામગ્રી – વેનિલા કસ્ટર્ડ પાવડર – 30 ગ્રામ
દૂધ – 110 મિલીલીટર (લગભગ 100 ગ્રામ)
દૂધ – એક લિટર
કેરી – 800 ગ્રામ
ખાંડ – 215 ગ્રામ
દાડમ – 155 ગ્રામ
દ્રાક્ષ – 200 ગ્રામ
સજાવટ માટે બદામ-પિસ્તા- કાજુ બે ચમચી
આ રીતે કરો તૈયાર
1. એક વાડકીમાં 30 ગ્રામ વેનિલા કસ્ટર્ડ પાવડર અને 100 ગ્રામ દૂધ નાખીને સારી રીતે મિક્સ કરો અને તેને એક બાજુ મુકી દો.
2. ત્યારબાદ મોટા પોટમાં 1 લીટર દૂધ ગરમ કરો અને તેમા તૈયાર કસ્ટર્ડ મિશ્રણ નાખીને ઉકાળો આવતા સુધી હલાવતા રહો
3. જ્યા સુધી કે તમારુ દૂધ અડધુ ન રહી જાય તેને હલાવતા રહો
4. હવે આ મિશ્રણને એક તપેલીમાં નાખો અને ઠંડુ થવા દો.
5. ત્યારબાદ બ્લેંડરમાં 800 ગ્રામ કેરી અને 215 ગ્રામ ખાંડ નાખીને સારી રીતે મિશ્રણ બનાવી લો
6. હવે આ કેરીને કસ્ટર્ડવાળા મિશ્રણમાં નાખીને સારી રીતે હલાવો
7. તેમા 155 ગ્રામ દાડમના દાણા 200 ગ્રામ દ્રાક્ષ અને 200 ગ્રામ કેરીના ટુકડા નાખીને મિક્સ કરો.
8. એક કલાક માટે ઠંડુ કરવા મુકી દો
9. તેને બદામ કાજુ અને પિસ્તાથી સજાવીને સર્વ કરો