ગયા વર્ષની સરખામણીમાં આંકમાં ફેરફારો થયા ઃ ઈ-વે બિલની રજુઆત કરવામાં આવ્યા બાદ નવી આશાઓ
નવી દિલ્હી,તા. ૨
મે મહિનામાં જીએસટી કલેકશનનો આંકડો ઘટીને ૯૨૪ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જીએસટી કલેકશનનો આંકડો એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. કુલ વસુલાત પૈકી સેન્ટ્રલ જીએસટીનો આંકડો ૧૫૮.૬૬ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આંકડા દર્શાવે છે કે વસુલાતના આંકડામાં ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં વસુલ કરવામાં આવેલા એક ટ્રિલિયનના આંકડા કરતા ઓછી વસુલાત થઈછે. અલબત્ત બંને મહિનામાં સરખામણી કરવી યોગ્ય નથી. મે મહિનામાં વસુલાતનો આંકડો વર્ષ ૨૦૧૭-૧૮માં જીએસટીને અમલીકરવામાં આવ્યા બાદથી પ્રથમ નવ મહિનામાં વસુલ કરવામાં આવેલા ૮૯૮.૮ અબજ રૂપિયાના સરેરાશ રેવેન્યુ કરતા વધારે છે. નાણા સચિવ હસમુખ અઢીયા દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ઈ-વે બિલના કારણે સેન્ટ્ર્લ અને સ્ટેટ ટેક્સ સત્તાવાળાઓન આગળની કામગીરી કરવામાં સરળતા રહી છે. હજુ સુધી ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઈ-વે બિલ વ્યવસ્થાને ફરજિયાત કરી દેવામાં આવી છે. ચીજવસ્તુઓની આંતરરાજ્ય અવર જવર માટે ઈ-વે બિલસિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. છ રાજ્યો મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, છત્તીસગઢ, ગોવા, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારથી ચીજવસ્તુઓની આંતરરાજ્ય અવર જવર માટે ઈ-વે બિલ સિસ્ટમ અમલી કરી દેવામાં આવી છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ શનિવાર અને રવિવારના દિવસે આની શરૂઆત કરવામાં આવી રહી છે. મે મહિનામાં રેવન્યુની વસુલાતનો આંકડો ઉલ્લેખનિય રહ્યો છે. એપ્રિલ મહિના માટે વસુલાતનો આંકડો ૪.૫ ટકા વધારે રહ્યો હતો. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ૮૦૦૦૦૦ ઈવે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા.