ગૃહપ્રધાન બન્યા બાદ બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પહેલી વખત મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, ‘હું આજે હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ અને ઈસાઈ શરણાર્થીઓને આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર તમને ભારત છોડવા માટે મજબૂર નહીં કરે. અફવાઓ પર ધ્યાન ન આપો. એનઆરસી પહેલાં અમે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ લઈને આવીશું જે એ ખાતરી કરશે કે આ લોકોને ભારતની નાગરિકતા મળે.’
આસામ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં એનઆરસી લાગુ કરવામાં આવ્યું છે. ૩૧ ઑગસ્ટના એનઆરસી લિસ્ટ જાહેર કરવામાં આવી હતી જેમાં ૧૯ લાખથી વધુ લોકોનાં નામ સામેલ ન હતાં. એમાં ૧૨ લાખ હિન્દુ છે. એનઆરસી ૧૯૮૫માં આસામ કરારની જોગવાઈઓ પૈકી એક છે.Dailyhunt