કંગનારણોટ પહેલેથી જ બહુ બિન્દાસ અભિનેત્રી છે. તે આખાબોલી છે અને પોતાના જીવન અને વિચારો વિશે પણ બિન્દાસ બોલે છે. કારકિર્દીની શરૂઆતમાં પણ તેણે બૉલ્ડ ફિલ્મો પસંદ કરી હતી અને બૉલ્ડ લૂક આપતા અચકાઇ નહોતી. ત્યારે જોકે, તેને બહુ સફળતા નહોતી મળી, પણ પાછળથી તેણે ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ’ જેવી સારી અને ચોખ્ખી ફિલ્મો કરીને પોતાની છબી સુધારી લીધી એટલું જ નહીં, પણ એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકેનું બિરુદ પણ મેલવી લીધું. તે પછી તેને સારી ફિલ્મો મળવા લાગી.
‘મણિકર્ણિકા: ધક્વીન ઑફ ઝાંસી’ ફિલ્મ કરીને તેણે વધુ પ્રતિભા પુરવાર કરી. રિતિક રોશન અને કેટલાક બીજા હીરો સાથે પણ તેનાવિવાદો ચગ્યા હતા..
ફિલ્મ નિર્દશકો સાથે પણ કેટલીક વખત તેની રકઝક થતી હોવાને કારણે દરેક સર્જક તેની સાથે ફિલ્મો નથી કરતા. આમ છતાંય કંગનાએ તેની પ્રતિભા પુરવાર કરી છે.
તાજેતરમાં જ કંગનાએ વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે, જે તેના ચાહકો અને સમાજના લોકોને ચોંકાવી દે તેવા છે. તાજેતરમાં તેણે એક સમારોહમાં એવું કહ્યું કે બાળકોને નાનપણથી જ માતા-પિતાએ સેક્સ કરવાની છૂટ આપવી જોઇએ. સેક્સ એ દરેક માનવીના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
તમને જ્યારે પણ સેક્સ માણવાની ઇચ્છા થાય ત્યારે તેને માણી લેવો જોઇએ. એવો સમય આવે જ્યારે તમને કોઇને પરણવાનું કહેવામાં આવે ત્યારે તમારી લાગણીઓ સીધી તે વ્યક્તિ તરફ મંડાય છે. ઇતિહાસમાં જોઇએ તો પુરાણા વિચારોમાં માનતા લોકો આ વાતને સ્વીકારી શકે નહીં. હજુ પણ લોકો તે વાતને પરંપરા કે સામાજિક મુદ્દો સમજે છે.
હજુ પણ લોકો સેક્સને લગ્ન વગર પણ માણી શકાય તે વાતને સ્વીકારતા નથી. યુવાનો કે યુવતીઓ જો સેક્સને પ્રાધાન્ય આપે તો માતા-પિતાએ ખુશ થવું જોઇએ.
મારી વાત કરું તો જ્યારે મારા માતા-પિતાને ખબર પડી કે હું સેક્સ્યુઅલી સંકળાયેલી છું તો તેઓ પણ આઘાત પામ્યા હતા. પણ મારું માનવું છે કે તેમણે બાળકોને પ્રોત્સાહન આપવું જોઇએ. તેણે કલાકારના જીવન વિશે પણ વાત કરતા કહ્યું હતું કે સ્ટાર્સને લોકો ચાહે છે પણ તેઓ જ્યારે બહુ ઊંચાઇ પર પહોંચી જાય છે ત્યારે તેમના જીવનમાં વધારે મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવે છે.
લોકોતેમના વધારે દુશ્મન બની જાય છે અને તેમના પગ ખેંચીને તેમને પાડવા પ્રયત્ન કરે છે. પણ હું માનું છું કે તે સામન્ય છે આ વ્યવસાયમાં. અહીં આવું બનતું જ રહે છે.
કંગનાની ફિલ્મો વિશે વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ આવી હતી રાજકુમાર રાવ સાથેની ‘જજમેન્ટલ હૈ ક્યા’. હવે પછી તેની ફિલ્મ આવશે અશ્ર્વિની ઐયર તિવારીની ‘પંગા’. આ ઉપરાંત તે અત્યારે પ્રખ્યાત રાજકારણી સ્વ. જયલલિતાની બાયોપિક ‘થલૈવી’ની પણ તૈયારી કરી રહી છે.
‘થલાઇવી’ ફિલ્મ માટે કંગનાને ઘણી તૈયારી કરવી પડી રહી છે. તેણે પ્રોસ્થેટિક્સ મેક-અપ કરવા સાથે ઘણી બધી મહેનત કરવી પડશે. તેના માટે તેણે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી અને તમિલ ભાષા પણ શીખી.તેમાં
તેના જુદા જુદા ચાર લૂક જોવા મળશે. ફિલ્મ દિવાળી પછી મૈસૂરમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.
કંગના તેની દરેક ફિલ્મમાં બહુ મહેનત કરે છે અને હવે બાયોપિકના સમયમાં તે પણ આ બીજી બાયોપિક કરી રહી છે.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના જીવન પરની ફિલ્મમાં કામ કર્યા પછી હવે તે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના જીવન પરની ફિલ્મ કરી રહી છે.
સાઉથની ફિલ્મો બહુ સારી બને છે આથી કંગનાની આ ફ્લ્મિમાં કોઇ કસર બાકી નહીં રહે. આમ પણ જયલલિતા સાઉથના લોકોના એકદમ માનીતા હતા. આથી તેમના પરની ફિલ્મમાં કોઇ કચાશ નહીં રહે. આથી કંગનાની કારકિર્દીમાં વધુ એક સુંદર ફ્લ્મિનો ઉમેરો થઇ જશે.
કંગના અભિનયમાં અવ્વલ છે, દેખાવડી પણ છે અને સશક્ત અભિનેત્રી છે, પણ તે બિન્દાસ અને બોલ્ડ હોવાથી ઇન્ડસ્ટ્રીની થોડીક અણમાનીતી પણ બની ગઇ છે. જોકે, તે પોતાની મહેનતથી બોલીવૂડમાં મજબૂત સ્થાન બનાવી ચૂકી છે.