લો બોલો! અમદાવાદમાં બોડકદેવ રોજનો 32 ટન કચરો ઠાલવે છે

0
31

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તાર પૂર્વ વિસ્તાર કરતા વધુ કચરો નીકળે છે. એકલુ બોડકદેવ જ રોજનો 32 ટન કચરો ઠાલવે છે. કચરાના મેનેજમેન્ટના અભ્યાસમાં આ તારણ સામે આવ્યુ છે. સામાન્ય રીતે નદીના કોટ વિસ્તાર કરતા આ બાજુના પોશ વિસ્તારમાં બંગલાઓ દ્વારા વધુ કચરો પેદા થતુ હોવાનું ફળીભૂત થયુ છે.

  • પોશ વિસ્તારમાં વધુ કચરો નીકળે છે
  • પુર્વ કરતા પશ્ચિમમાં વધુ વેસ્ટ
  • અભ્યાસમાં સામે આવ્યુ તારણ

બોડકદેવ, પાલડી, શાસ્ત્રીનગર,માં વધુ વેસ્ટ એકઠો થતો હોવાનું CEPT યુનિવર્સિટીના એક અભ્યાસમાં સામે આવ્યુ છે. CEPT પોતાના વિદ્યાર્થીઓને ટાઉન પ્લાનીંગ સમજાવવા માટે મનપા દ્વારા એકઠો કરતા કચરાનું મેનેજમેન્ટ સમજવા એક અભ્યાસ કર્યો હતો જેમાં આવુ તારણ સામે આવ્યુ છે.

પશ્ચીમમાં પૂર્વ વિસ્તારના પ્રમાણમાં ડબલ કચરો એકઠો થાય છે
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે બંગલામાં વેસ્ટ સૌથી વધુ થાય છે. જેમ કે બોડકદેવમાં બંગલામાં જ 20 ટન જેટલો વેસ્ટ જનરેટ થાય છે જ્યારે નરોડામાં આજ રેશિયો 11 ટનનો છે. આ અભ્યાસમાં એપાર્ટમેન્ટ, હાઈસિંગ સોસાયટી, બંગલો, રો-હાઉસ અને સ્લમ એરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટાઉનપ્લાનીંગ સમજવા કચરાનો અભ્યાસ
CEPTના અભ્યાસક્રમમાં Understanding The City સેમેસ્ટરમાં 11 ફેકલ્ટી દ્વારા 150 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા શહેરમાં 14 ભાગમાં સાત વિસ્તારોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે વેસ્ટ મેનેજમેન્ટ કે જનરેટનો આધાર આવક અને જાવક ઉપર રહેલો છે. એટલે આ બધી વસ્તુઓ એક બીજા ઉપર અવલંબીત છે માટે જ આવક વધવાની સાથે સાથે કોઈ પણ સારી ટાઉન પ્લાનીંગ સ્કીમ માટે વેસ્ટ મેનેજમેન્ટ પણ એક અગત્યનો ભાગ ભજવે છે.

કચરો એકઠો કરવાના સ્ટોપ પણ વધુ
આ અભ્યાસ અર્બન ટાઉન પ્લાનીંગને સમજવા માટે કરવામાં આવી રહ્યો છે. વળી AMC ના પશ્ચીમ એરિયામાં કચરો કલેક્ટર કરવા માટેના સેન્ટર પણ વધુ છે જેમકે પાલડીમાં 21 સ્ટોપ છે જ્યારે શાહપુરમાં 13, નિકોલમાં 8 જ સ્ટોપ છે. આમ જુઓ તો વેસ્ટનું ગણિત ખુબ સામાન્ય છે. જ્યાં જેટલી આવક વધુ હશે ત્યાં ઈન્વેસ્ટમેન્ટ અને વેસ્ટ બંને પણ એટલો જ થશે. એટલે પૂર્વ અમદાવાદ કરતા પશ્ચીમ અમદાવાદમાં વેસ્ટ વધુ થાય છે.

અમદાવાદમાં કયા વિસ્તારમાં કેટલા ટન કચરો પેદા થાય છે.

  • બોડકદેવમાં 32 ટન
  • મોટેરામાં 20
  • પાલડીમાં 12
  • શાહપુરમાં 34
  • શાહપુર 33
  • નિકોલ 23
  • નરોડા14