જંગલ સફારીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હેલીકોપટર સેવા કરાઇ બંધ

0
56

નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનો વિસ્તારને આકાશી નજારો જોવામાટે પ્રવાસન વિભાગ દ્વારા હેલીકૉપટર ની સેવા શરૂ કરવામાં આવી હતી. 2900 રૂપિયાની ટિકિટ લઇ પ્રવાસીઓ ને 10 મિનિટનો આકાશી નજારો દેખાડવામાં આવતો હતો. આ લ્હાવો લેવા પ્રવાસીઓની હેલીકૉપટરમાં બેસવાની ભીડ જામતી હતી. પરંતુ હાલ આ હેલીકૉપટર સેવા બંધ કરવામાં આવી છે અને જેને અન્ય સ્થળે ખસેવાની હિલચાલ ચાલી રહી છે. ત્યારે હાલ નર્મદા અને સ્ટેચ્યુ ઉપર ફરવા આવતા પ્રવાસીઓને આ આકાશી નજારો જોવાનો લ્હાવો મળી શકતો નથી.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લીમડી બરફળિયા પાસે જે હેલિપેડ જેપી કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું જે જગ્યા આ ખાનગી એજન્સીને આપવામાં આવી હતી. હાલ આ હેલી પેડ સામે જ જંગલ સફારી બનાવવામાં આવી રહ્યું છે. જેમાં હાલ પક્ષીઓ, પ્રાણીઓ લાવવાની શરૂઆત થઇ ગઈ છે જેથી આ હેલીકૉપટરના અવાજ થી આ પ્રાણીઓ ગભરાતા હોય જેમને નુકસાન ના થય એ માટે આ હેલીકૉપટર સેવાની સંસ્થાને તંત્ર દ્વારા નોટિસ આપી સેવા હાલ બંધ કરાવી દેવામાં આવી છે. જયારે બીજી કોઈ જગ્યા પસંદ કરે ત્યારે આ સેવા પુનઃ શરૂ થાય એમ છે. પરંતુ જે સ્ટેચ્યુ પાસે આ ખાનગી એજન્સીને સફળતા મળી એવી ના પણ મળે જેથી હાલ હેલીકૉપટર સેવા પર બ્રેક વાગી છે.