પહેલી વખત માતા-પિતા બનનારાઓ બાળકની દેખરેખમાં રાખો ધ્યાન

0
120

પહેલી વખત માતા-પિતા બનનારાઓ બાળકની દેખરેખમાં રાખો ધ્યાન

શિશુનાં પાલન પોષણમાં નાની-નાની ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે, પછી ભલેને ચાહે તેની સ્કિન સંબંધિત સાવધાની હોય કે પછી તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી. અમુક એવી ધ્યાન દેવા જેવી યોગ્ય વાતો છે જેનાથી તમે તમારા બાળકનો સ્વસ્થ વિકાસ કરી શકો. તો ચાલો જાણીએ.

  • લોશન અને સાબુનો પ્રયોગ ખુબ જ ઓછો કરો.
  • બેબી માઈલ્ડ ક્રીમ સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરો
  • તેલ માલિશ કરવાથી હાડકાઓ મજબૂત બને છે.
  • ભીની થયેલી નેપી ને તુરંત જ બદલો કે ચેન્જ કરો.
  • હમેશા ડાયપર ના પહેરાવો.
  • બાળકોને ઊંધા પેટે ના સુવડાવો.
  • છ મહિના સુધી માતા પોતાનું જ દૂધ પીવડાવે. છ મહિના પછી ધીરે-ધીરે સ્વાસ્થ્યવર્ધક આહાર જેમ કે દાળ નું પાણી, ખીચડી વગેરે આપે.
  • નિયમિતરૂપથી રસીકરણ કરાવો.
  • ફીનાઇલ, મચ્છર મારવાની કોઇલ, દવાઓ વગેરેથી બાળકને દૂર રાખો.
  • બાળકને એક્ટિવ બનાવો.
  • બાળકની આંખોમાં કાજલનો પ્રયોગ ન કરો.
  • વોકરનો પ્રયોગ ખુબ જ ઓછો કરો.
  • બાળકને આરામદાયક કપડાં પહેરાવો.
  • બાળકની સાથે વાત કરવાની કોશિશ કરો, તેને રમાડો, હાથમાં લઈને આમતેમ ચાલો.
  • બાળકને નવડાવતા સમયે હમેશા ધ્યાન રાખો કે પાણી વધુ ના હોય. થોડાક પાણીમાં પણ ને સંભાવના રહે છે.
  • બાળકને હળવા ગરમ પાણીથી જ નવડાવો.
  • બાળકની સાથે તમે પણ રમો.
  • બાળકને દૂધ પીવડાવતી વખતે તમારું પોતાનું પોશ્ચર પણ યોગ્ય રાખો તેથી બાળકને પણ આરામ મળે અને તમે પણ સહજ રહો.
  • ફીડિંગ કરાવતા દિવસોમાં તમારું પોતાના ખાનપાનમાં પણ વિશેષ ધ્યાન રાખો.
  • સમયે સમયે બાળકને ડોક્ટર પાસે ચેક અપ માટે લઈ જાઓ.
  • દૂધની બોટલ દરેક વખતે પ્રયોગ કરતા પહેલા તેને ગરમ પાણીમાં ઉકાળો.