૪૦૦ દિવ્યાંગ બાળકો માટે યોજાયો “સ્પેશ્યલ ખેલ મહાકુંભ”

0
128

દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત જામનગરના ધનવંતરી મેદાન ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના ધનવંતરી મેદાનમાં વહેલી સવારથી ૪૦૦ જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા અને જુદી જુદી રમતોમાં પોતાનું ટેલેન્ટ દર્શાવ્યું હતું. તમામ દિવ્યાંગ બાળકોએ લાંબી કૂદ તેમજ ગોળા ફેક અને વિવિધ દોડમાં ભાગ લઈ પોતાનામાં રહેલી ટેલેન્ટને પ્રસ્તુત કરી હતી. જન્મથી ખોડખાપણ વાળા બાળકોમાં પણ કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે. તે શક્તિઓ તેઓ ખેલ રમત ગમતના મેદાન પર પોતાની ગમતી રમત પર બહાર લાવે તેવા ઉદ્દેશથી સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.