ચીલઝડપના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય “ભાતુ” ગેંગ પોલીસના સકંજામાં

0
32

હવે વાત કરીએ આંતરરાજ્ય “ભાતુ” ગેંગની. ચીલઝડપ ના ગુના આચરતી આંતરરાજ્ય કુખ્યાત “ભાતુ ” ગેંગના ૫ સભ્યો ની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ૨૩ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.. પોલીસે ગેંગના ૫ સભ્યોની ધરપકડ કરી કુલ ૨ લાખ ૧ હજાર ૫૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આવો જોઈએ કોણ છે આ “ભાતુ” ગેંગ અને કેવી રીતે ચીલઝડપના બનાવને આપત અંજામ.

રાજકોટ પોલીસ ના સકંજામાં રહેલ ૫ શખ્સો આંતરરાજ્ય “ભાતુ” ગેન્ગના સભ્યો છે.. જેના નામ છે અમિત પ્રદીપકુમાર ભાતુ , શ્રવણ ઉર્ફે ઘોટા ભાતુ , અખિલેશ સુખારામ ભાતુ, જીતેન્દ્ર સતીશ ભાતુ અને રાજેશ્વરપ્રસાદ જ્યોતીપ્રસાદ ભાતુ..આ શખ્સો પર આરોપ છે ચીલઝડપ ના ગુનાને અંજામ આપવાનો.

ગત તારીખ ૨૪ સપ્ટેમ્બર ના રોજ રાજકોટ ના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક વૃધ્ધ મહિલા ના હાથમાંથી થેલો ઝુટવી આશરે દોઢ લાખ ની ચીલઝડપ નો બનાવ બન્યો હતો જે બાદ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને તેના બીજા દિવસે ગોધરા ખાતે 50૦૦૦ ની ચીલઝડપ નો બનાવ સામે આવ્યો હતો જે સીસીટીવી ફૂટેજ તપાસતા ભાતુ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેને લઇ આ ગેંગ ની તપાસ પોલીસ કરી રહી હતી દરમિયાન આ ગેંગ ફરી રાજકોટ આવતા માહિતી મળતા ની સાથે જ વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પોલીસે પાંચે આરોપી ની ધરપકડ કરી તેની ઝડતી લેતા તેની પાસેથી કુલ ૨ લાખ નો મુદામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ પોલીસ ના જણાવ્યા મુજબ ભાતુ ગેંગના તમામ સભ્યો મૂળ ઉતરપ્રદેશ ના વતની છે અને તેઓ ગુજરાત , મહારાષ્ટ્ર અને પંજાબ સહીત રાજ્યોમાં ચીલઝડપના ગુનાને અંજામ આપી રહ્યા છે… આરોપીઓ જે શહેરમાં ગુના ને અંજામ આપવા જાય તે સમયે તેની નજીક માં આવેલ કોઈ પણ દેવાસ્થાન ખાતે રોકાતા હતા અને બાદમાં ૨ મોટરસાઈકલ લઇ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ ચીલઝડપ કરતી સમયે માથા પર હેલ્મેટ પહેરતા હતા જેથી કરી તેમના ચહેરા ની ઓળખ કોઈ પણ જગ્યા પર રહેલા CCTV કેમેરામાં ન થઇ શકે.. પરંતુ આખરે આ ગેંગના પાપ નો ઘડો ભરાઈ ગયો અને તે રાજકોટ પોલીસ ના હાથે ઝડપી ગઈ.

ઉલેખ્ખનીય છે કે રાજકોટમાં ગુના ને અંજામ આપતા સમયે તેઓ ચોટીલા ખાતે રોકાણ કરતા હતા અને વડોદરામાં ગુનો કરતા સમયે પાવાગઢ ખાતે રોકાણ કરતા હોવાનું સામે આવ્યું છે.. પોલીસે આરોપી ની આકરી પુછપરછ કરતા ગુજરાતમાં રાજકોટ , પોરબંદર , વડોદરા , મોરબી , જામનગર અને ગોધરા સહીત મહારાષ્ટ્ર અને પંજાબ ના ૨૩ જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની કબુલાત આપી છે.

તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ કાયદો ફરજીયાત અમલમાં લાવવા નિર્ણય કરાયો છે અને હેલ્મેટ પહેરી ગુના ને અંજામ આપતા આરોપીઓ પોલીસ માટે પણ પડકાર રૂપ સાબિત થઇ શકે તેમ છે.. ત્યારે હાલ તો પોલીસે ઉતરપ્રદેશ ની ભાતુ ગેંગના ૫ સભ્યોની ધરપકડ કરી ૨૩ જેટલા ગુના નો ભેદ ઉકેલી ૨ લાખ નો મુદામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.. ત્યારે આરોપીની રિમાન્ડ દરમિયાન પુછપરછ માં વધુ કેટલાક ગુનાના ભેદ ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે.