54 ફ્રૂટ-કેકમાંથી બનાવ્યું આખું ગામ, જેમાં ટચૂકડાં ઘરો, દુકાનો અને પબ સુધ્ધાં છે

0
79

બે‌કિંગ એ અનોખી કળા છે. ઇંગ્લૅન્ડના ડર્બીશર પાસે ઇયામ વિલેજમાં રહેતાં લિન નોલાન નામનાં બેકરે પોતાના ગામની મુખ્ય ચીજોની પ્રતિકૃતિ કેકના માધ્યમથી તૈયાર કરી હતી. ૬૦૮ ઇંડાં, ૩૫ કિલો બટર, ૪૦ કિલો લોટ અને ૧૨ જાર ભરીને ઍપ્રિકોટ જૅમ વાપરીને લિનબહેને એક ટચૂકડું ગામ તૈયાર કર્યું હતું,

એમાં બે-ત્રણ સ્થાનિક ઘરોની પ્રતિકૃતિ હતી, દુકાનો, ગલીઓ અને વૃક્ષોની ઘટાઓ પણ બનાવવામાં આવી હતી અને ટચૂકડું પબ હતું જેની અંદર એથીયે ટચૂકડાં ટેબલ પર સર્વ થતી બિયરની બૉટલ્સ પણ બનાવી હતી.

૬૩ વર્ષનાં બેકિંગનો લાંબો અનુભવ ધરાવતાં લિનને આ આખો પીસ તૈયાર કરતાં લગભગ ૩ મહિના લાગ્યા હતા. એમાં ૫૪ ફ્રૂટ-કેક્સ વપરાઈ હતી. આ ફ્રૂટ-કેક લાંબો સમય ટકી શકે એ માટે એમાં ભરપૂર વ્હીસ્કી વપરાઈ છે. આ કેકનું વિલેજ હાલમાં લોકોને જોવા માટે ખૂલ્લું મુકાયું છે જે છ વીક માટે ઓપન રહેશે.