ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ફરી કર્યું ફૉલોઑન, કોહલીએ રચ્યો ઈતિહાસ

0
49

ભારતીય ટીમે સતત બીજીવાર સાઉથ આફ્રિકાને ફૉલોઑન આપીને ફરીવાર રમવા માટે મજબૂર કર્યું છે. ત્રણ મેચની સીરિઝમાં એવું ત્રીજી વાર છે જ્યારે સાઉથ આફ્રીકાને સતત બીજી વાર બેટિંગ કરવી પડશે. રાંચી પહેલા પુણે ટેસ્ટ મેચમાં પણ સાઉથ આફ્રિકાની આ જ હાલત થઈ હતી.

રાંચીમાં રમાઈ રહેલા ત્રીજા અને છેલ્લા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 497 રન પર પોતાની પહેલી ઈનિંગ ડીક્લેર કરી દીધી હતી, જેના જવાબમાં સાઉથ આફ્રિકા પહેલી પારીમાં 162 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતને 335 રનના મોટા માર્જિન સાથે ફૉલોઑન પણ મળી ગયું, જેની મદદથી ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને ફરી ઈનિંગથી હાર આપી શકે છે.

કોહલી બન્યા ભારતના પહેલા કેપ્ટન
વિરાટ કોહલી ભારતના પહેલા એવા કેપ્ટન બની ગયા છે, જેને સામેની ટીમને સૌથી વધુ વાર ફૉલોઓન રમવા માટે મજબૂર કર્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 8 વાર વિરોધી ટીમના ખેલાડીઓને ફૉલોઓન કરાવ્યું છે. આ મામલે તેમણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીની પાછળ છોડ્યા છે, જેમણે સાત વાર ફૉલોઑન કરાવ્યું હતું.

સૌથી વધુ ફૉલોઑન કરાવનારા કેપ્ટન
8 વાર વિરાટ કોહલી
7 વાર મોહમ્મદ અઝહરુદ્દીન
5 વાર મહેન્દ્ર સિંહ ધોની
4 વાર સૌરવ ગાંગુલી

ભારતીય ટીમે કરી એ કમાલ
વર્ષ 2001 પછી પહેલી વાર એવું થયું છે કે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ સતત બે ટેસ્ટ મેચમાં ફૉલોઑન રમવા માટે મજબૂર થઈ છે. આ પહેલા સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની સામે સિડની અને જોહાનિસબર્ગમાં સતત બે મેચમાં ફૉલોઑન રમ્યું હતું. વર્ષ 1964 બાદ એવું પહેલી વાર છે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને એક જ સિરીઝમાં બે વાર ફૉલોઑન રમવું પડ્યું હતું.

વિરાટનો ફૉલોઑન કરવાનો રેકૉર્ડ
વિરાય કોહલીએ પોતાની કરિઅરમાં અત્યાર સુધી 8 વાર ફૉલોઑન લીધું છે, જેમાંથી તેમણે 5 મુકાબલા જીત્યા છે, જ્યારે બે મેચ ડ્રૉ રહ્યા છે. ત્યારે, આઠમો મેચ ચાલી રહ્યો છે. એ સિવાય સારું માર્જિન હોવા છતા તેમણે સાત વાર ફૉલોઑન લેવાની જહેમત નથી ઉઠાવી અને એ સાતેય મેચમાં ટીમને જીત મળી છે.