ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મલયાલમ ઉયારેની અન્ય ચાર વિદેશી ફિલ્મો સાથે અવૉર્ડ માટે જામી છે રસાકસી

0
89

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મલયાલમ ફિલ્મ ‘ઉયારે’ વચ્ચે ગોવામાં શરૂ થનારા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં બેસ્ટ ડૅબ્યુ ફીચર ફિલ્મનાં અવૉર્ડ માટે સ્પર્ધા ચાલી છે. આ અવૉર્ડ માટે બે ભારતીય ફિલ્મોની સાથે ચાર વિદેશી ભાષાની ફિલ્મો પણ સ્પર્ધામાં ઉતરી છે. ‘હેલ્લારો’ને અભિષેક શાહે ડિરેક્ટ કરી છે.

તો ‘ઉયારે’ને મનુ અશોકને બનાવી છે. આ બન્ને ફિલ્મોએ નૅશનલ અવૉર્ડ પણ જીત્યો છે. ૨૦ નવેમ્બરથી શરૂ થનારો આ ફેસ્ટિવલ ૨૮ નવેમ્બર સુધી ચાલવાનો છે.

આ ફેસ્ટિવલના માધ્યમથી નવા ફિલ્મ મેકર્સને પોતાની પ્રતિભા દેખાડવાનું એક મંચ મળે છે.

અલ્જેરિયાની ફિલ્મ ‘અબુ લીલા’, કોરિયાની ‘રોમાંગ’, રોમાનિયાની ‘મોન્સ્ટર્સ’ અને અમેરીકાની ‘માય નેમ ઇઝ સારા’ આ અવૉર્ડ માટે કોમ્પિટીશનમાં ઉતરી છે. 

આ ફેસ્ટિવલમાં ૭૬ દેશોની ફિલ્મો દેખાડવામાં આવશે. એવામાં હવે એ જોવુ રહ્યું કે ગળાકાપ સ્પર્ધામાં કઈ ફિલ્મ અવૉર્ડની બાજી મારી જાય છે.