પૂણેની યેરવડા જેલથી ૫ કેદી ફરાર,૩ પર હત્યા અને મકોકા કેસ

0
31

પુણે,તા.૧૬
મહારાષ્ટ્રની સૌથી સુરક્ષીત જેલોમાંથી એક પૂણેની યરવડા જેલમાંથી ૫ કેદી ગ્રિલ તોડીને ભાગી ગયા છે. તેમાંથી ૩ પર હત્યા અને મકોકા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટના પછી સંપૂર્ણ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસનું માનવું છે કે, લોકડાઉનના કારણે કેદી અત્યારે શહેરની બહાર ભાગ્યા નહીં હોય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેદી બુધવારે મોડી રાતે જેલની નવી બિલ્ડિંગના રૂમ નંબર ૫માં બારીની ગ્રિલ કાપીને ભાગી ગયા છે. તેમાં દેવગણ અજીનાથ ચૌહાણ, ગણેશ અજીનાથ ચૌહાણ, અક્ષય કોંડાક્ય ચૌહાણ, અંજિક્ય ઉત્તમ કાંબલે અને સની ટાઈરોન પિંટોના નામ સામે આવ્યા છે. આજુબાજુના દરેક પોલીસ સ્ટેશનને પણ આ તસવીરો મોકલવામાં આવી છે.અને નાકાબંધી કરી આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.