નાગપુર:
આરએસએસના દિક્ષાંત સમારોહમાં મુખ્ત અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઉપસ્થિત રહ્યા
રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ (આસએસએસ)ના શિક્ષા વર્ગ (ત્રીજા વર્ષના)ના દિક્ષાંત સામારોહમાં પહોંચેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીએ પોતાના સંબોધન પૂર્વે આરએસએસના સંસ્થાપક ડો. હેડગેવારને ‘ભારત માના સાચા સપૂત’ ગણાવ્યા હતા.
ગુરુવારે ડો. કેશવ બલિરામ હેડગેવારના જન્મસ્થળે પહોંચેલા પ્રણવ મુખરજીએ વિઝિટર બૂકમાં સંદેશ પાઠવતા લખ્યું કે, ‘આજે હું અહીં ભારત માતાના મહાન સપૂત પ્રત્યે મારું સમ્માન વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.’ પ્રણવ મુખરજી ત્રીજા વર્ષના પ્રશિક્ષણ લેનાર કેડરને સંબોધન કરવા નાગપુર પહોંચ્યા હતા. લગભગ પાંચ દાયકાથી કોંગ્રેસમાં વિવિધ રાજકીય પદે રહેલા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સંઘના કાર્યક્રમમાં હાજરી અનપેક્ષિત માનવામાં આવે છે. પ્રણવદા ગુરુવારે રાત્રે 9.30 સુધી સંઘના હેડક્વાર્ટરમાં હાજર રહેશે.
આરએસએસના સંસ્થાપક ડો. હેડગેવારના જન્મસ્થળે વિઝિટર બુકમાં પ્રણવદાનો સંદેશ
પ્રણવ મુખરજીએ આરએસએસના કાર્યક્રમનો આમંત્રણ સ્વીકાર્યું ત્યારબાદ રાજકીય મોરેચ શાબ્દિક યુદ્ધ જામ્યું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રણવ મુખરજીએ આ આમંત્રણ નહીં સ્વીકારી નાગપુર નહીં જવા સુચન કર્યું હતું જ્યારે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે તેમને પ્રણવ મુખરજી પાસેથી આ અપેક્ષા નહતી.
રસપ્રદ વાત એ છે કે પ્રણવ મુખરજી કોંગ્રેસ તેના તરીકે હિન્દુત્વની વિચારધારા અને સાંપ્રદાયિક્તાના આક્ષેપોને લીધે આરએસએસના મોટા આલોચક રહ્યા છે. ત્યારબાદ હવે તેઓએ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ સ્વીકારીને સૌને ચોંકાવી દીધા છે. પ્રણવ દાના નિર્ણય અંગે અન્ય વર્ગનું કહેવું છે કે રાજનીતિક વિરોધ વચ્ચે આવું જોડાણ લોકશાહી માટે જરૂરી છે. કારણ કે આવું ન થવા પર ઘણીવાર રાષ્ટ્રહિતને નુકસાન પહોંચે છે.
અહીં રાષ્ટ્રવાદને સમજવા આવ્યો છું- મુખર્જી
– પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે “હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.”
– “ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.”
– “ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.”
અમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત
– RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
– મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, “પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.”
– “હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.”
બધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે: – મોહન ભાગવતે કહ્યું કે, “આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.”
– “કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.”
પ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ:- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- ‘હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.’
– જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.