જમ્મુ-કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ-જય સેહત યોજના લોંચ થઈ | ડીડીસી ચૂંટણીનો ઉલ્લેખ કરતા મોદીના કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો, લોકશાહીને મજબૂત કરવા માટે જમ્મુ અને કાશ્મીરના લોકોને પણ અભિનંદન પાઠવ્યા | મોદીએ કહ્યું- આત્મનિર્ભર ભારત માટે વર્લ્ડ લેવલની પ્રોડક્ટ બનાવવી જરૂરી, ગ્લોબલ બેસ્ટને આપણે અહીં બનાવીએ.
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપતા આયુષ્માન ભારત ‘પીએમ-જય સેહત’ યોજના લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યોજનાના બે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. તેની સાથે જ પીએમ મોદીએ ડીડીસી ચૂંટણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેટલાક લોકો દિલ્હીમાં નિંદા કરે રાખે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહી માટે મત આપ્યો.
ડીડીસી ચૂંટણી પર પીએમ મોદીએ કહ્યું હતું કે હું લોકશાહીને મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોને પણ અભિનંદન આપું છું. ડીડીસીની ચૂંટણીએ એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાના ચહેરા પર મને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે એક આશા દેખાઇ, ઉમંગ દેખાયો. જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાની આંખોમાં મેં અતીતને પાછળ છોડતા શ્રેષ્ઠ ભવિષ્યનો વિશ્વાસ જોયો.
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો આજ-કાલ દિલ્હીમાં મોદીની નિંદા કરતાં રહે છે, તેઓ મોદીને લોકતંત્રનો પાઠ ભણાવવામાં રોકાયેલા છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ આ ચૂંટણીઓમાં લોકશાહીના મૂળોને મજબૂત બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના વહીવટ અને સુરક્ષા દળોએ જે રીતે ચૂંટણી યોજી હતી અને આ ચૂંટણીઓ તમામ પક્ષો વતી ખૂબ જ પારદર્શી રહી.
કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોની કથની અને કરનીમાં મોટો તફાવત છે. તેઓ લોકશાહી પ્રત્યે કેટલા ગંભીર છે તેનાથી જ સ્પષ્ટ થાય છે. કેટલાં વર્ષો થયા, પુડુચેરીમાં પંચાયતની ચૂંટણીઓ થવા દેવામાં આવતી નથી.
પીએમ મોદીએ કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટે આ આદેશ ૨૦૧૮ માં આપ્યો હતો. પરંતુ ત્યાં જે સરકાર છે તે સતત આ બાબતને ટાળી રહી છે. પુડુચેરીમાં દાયકાઓની રાહ જાેયા બાદ ૨૦૦૬માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીઓમાં ચૂંટાયેલા લોકોનો કાર્યકાળ વર્ષ ૨૦૧૧ માં જ સમાપ્ત થઇ ચૂકયો છે.
આયુષ્માન ભારતનું લોકાર્પણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાનો બીજાે ફાયદો એ થશે કે જેનો વારંવાર ઉલ્લેખ કરવો જરૂર છે. તમારી સારવાર ફક્ત જમ્મુ-કાશ્મીરની સરકારી અને ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ દેશમાં હજારો હોસ્પિટલો આ યોજના હેઠળ જાેડાયેલ છે ત્યાં પણ તમને આ સુવિધા મળશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં દોઢ કરોડથી વધુ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો છે. આનાથી મુશ્કેલ સમયમાં જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણી રાહત મળી છે. અહીં લગભગ ૧ લાખ ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી છે. પીએમ મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી. જમ્મુના રમેશ લાલ એ કહ્યું કે મારા પરિવારના તમામ ૫ સભ્યોનું આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ છે. આ યોજના માટે અમે બધા પીએમ મોદીના આભારી છીએ. જાે મારી પાસે આ કાર્ડ ના હોત તો કેન્સરની સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ હોત. રમેશ કેન્સરના દર્દી છે. પીએમ મોદીએ કહ્યું આયુષ્માન ભારતે તમારું જીવન આયુષ્માન બનાવી દીધું છે. હું તમને અપીલ કરું છું કે આ યોજના અને તેના ફાયદાઓ વિશે અન્ય લોકોને પણ તમે કહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે નવું વર્ષ ચાર દિવસ પછી શરૂ થવા જઈ રહ્યું છે. આગામી વર્ષે નવા વર્ષમાં મન કી બાત થશે. વર્ષ 2020નો આ મોદીનો છેલ્લો ‘મન કી બાત’ કાર્યક્રમ હતો.
મન કી બાતની મુખ્ય વાતો લોકોએ નવા આઇડિયા મોકલ્યા આજે 27 ડિસેમ્બર છે. 4 દિવસ પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી મન કી બાત 2021માં થશે. મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો આવ્યા છે. આપ પત્ર દ્વારા સૂચનો મોકલો છો. ઘણા લોકોએ ફોન પર વાત કરી. મોટાભાગની વાતોમાં પાછલા વર્ષોના અનુભવ અને નવા વર્ષનાં સંકલ્પો છે. હવે આત્મનિર્ભરતા પર ભાર: મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં કહ્યું કે, મિત્રો, દેશ પર ઘણું સંકટ આવ્યું, વિશ્વમાં સપ્લાય ચેઇનમાં અવરોધો પણ આવ્યા, પરંતુ આપણે દરેક કટોકટીનો હિંમતથી સામનો કર્યો છે. દિલ્હીના અભિનવને બાળકોને ગિફ્ટ આપવી હતી તે દિલ્હીના ઝાંડેવાલાન માર્કેટમાં ગયા હતા. અભિનવ કહે છે કે ત્યાં દુકાનદારો ત્યાં બોલીને સામાન વેચતા હોય છે કે આ રમકડા ભારતમાં બનાવવામાં આવે છે. લોકોને ભારતમાં બનાવેલા રમકડા પણ પસંદ આવી રહ્યા છે. આ ફેરફાર એક વર્ષમાં થયો છે. અર્થશાસ્ત્રીઓ પણ આ સ્કેલને માપી શકતા નથી. વિશાખાપટ્ટનમના વેંકટ મુરલીપ્રસાદ જીએ મને એક અલગ વિચાર શેર કર્યો. તેઓ લખે છે- હું તમને 2021 માટે મારા ABC સાથે જોડું છું. ABCનો અર્થ શું છે તે મને સમજાયુ નહીં. પછી વેંકટ જીએ પત્ર સાથે એક ચાર્ટ પણ જોડ્યો. ABCનો અર્થ આત્મનિર્ભર ભારત ચાર્ટ ABC. જે ખૂબ જ રસપ્રદ છે. વોકલ ફોર લોકલ તે આજે ઘરે ઘરે ગુંજી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે આપણાં ઉત્પાદનો વર્લ્ડ ક્લાસ છે તેની ખાતરી કરવાનો સમય છે. જે વૈશ્વિક શ્રેષ્ઠ છે, આપણે તેને ભારતમાં બનાવીને બતાવીએ. આ માટે, આપણાં ઉદ્યોગસાહસિકોએ આગળ આવવું પડશે. સ્ટાર્ટઅપ્સને પણ આગળ આવવું પડશે. દેશની હજારો વર્ષ જુની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીતરિવાજોને અત્યાચારીઓથી બચાવવા માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા છે. 27 ડિસેમ્બરે, ગુરુ ગોવિંદજીના પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતાં ચણી લેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહિબઝાદે મહાન ગુરુ પરંપરાની સીખ છોડી દે, પરંતુ તેમણે નાની ઉંમરે પણ ખૂબ હિંમત બતાવી. જ્યારે દિવાલમાં ચણવામાં આવી રહેલ સમયે, પથ્થરો લાગતાં રહ્યા, દિવાલ સતત વધતી રહી, મૃત્યુ તેમની આગળ મંડરાઈ રહ્યું હતું, છતાં તેઓ ડગયા ન હતા. આજના દિવસે જ ગુરુ ગોવિંદસિંહજીના માતાજી- માતા ગુજરી પણ શહીદ થયા હતા. ભારતમાં દીપડાઓની સંખ્યામાં વર્ષ 2014 અને 2018ની વચ્ચે 60%થી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દીપડાની સંખ્યા લગભગ 7,900 હતી, જ્યારે 2019માં તેની આ સંખ્યા વધીને 12,852 થઈ ગઈ. દીપડા વિશે, જિમ કોર્બેટે કહ્યું હતું કે, “જેમણે દીપડાને મુક્તપણે ભટકતા જોયા નથી, તેઓ તેની સુંદરતાની કલ્પના કરી શકતા નથી.” દીપડાઓની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ટોપ પર છે. આ એક મોટી સિદ્ધિ છે.
મનુષ્ય તેમજ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખીએ. મોદીએ કહ્યું કે મેં તામિલનાડુના હાર્દિકના હ્રદયસ્પર્શી પ્રયત્નો વિશે વાંચ્યું. આપણે બધાએ માણસોવાળી વ્હીલચેર્સ જોઇ છે, પરંતુ કોઈમ્બતુરની એક પુત્રી ગાયત્રીએ તેના પિતાજીની સાથે એક પીડિત કૂતરા માટે વ્હીલચેર બનાવી. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખે. ઉત્તરપ્રદેશની કૌશાંબી જેલમાં ગાયોને ઠંડીથી બચાવવા માટે જુના ફાટેલા ધાબળામાંથી કવર બનાવવામાં આવી રહ્યા છે.