નવી દિલ્હી: ૮મી જાન્યુઆરીએ આખા દેશના બધા જ જિલ્લામાં વૅક્સિનની ડ્રાય રન કરવાની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આપી હતી.મંત્રાલયે જણાવ્યું હતું કે અમુક અસામાજિક તત્ત્વો દ્વારા કો-વિન નામની ઍપ વહેતી કરાઇ છે. સરકારી સમજીને લોકોએ આવી ઍપને ડાઉનલોડ ન કરવી કે એના પર પોતાની અંગત માહિતી શૅર ન કરવી. મંત્રાલય દ્વારા જ્યારે કોવિડ-૧૯ની વૅક્સિન માટેની સરકારી ઍપ જ્યારે બહાર પડાશે ત્યારે એની જાહેરાત મોટેપાયે કરીને લોકોને એ વિશે જાણ કરવામાં આવશે. દરમિયાન, યુકેમાં મળી આવેલા કોરોનાના નવા વાઇરસના કેસની સંખ્યા ભારતમાં વધીને બુધવારે ૭૩ પર પહોંચી હતી. આ ૭૩ કેસમાં મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા ૫૮ કેસનો સમાવેશ થાય છે.