Thursday, January 16, 2025
HomeBusinessકપાસના વાયદાના ભાવમાં રૂ.૨૪ અને કોટનમાં રૂ.૪૬૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

કપાસના વાયદાના ભાવમાં રૂ.૨૪ અને કોટનમાં રૂ.૪૬૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૫૩ અને ચાંદીમાં રૂ.૧,૮૫૭ તથા ક્રૂડ તેલમાં રૂ.૨૧૪ની તેજી: સીપીઓmcx gold, રબરમાં સુધારા સામે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧થી ૭ જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૩ અને ચાંદી કિલોદીઠ રૂ.૧,૮૫૭ ઊછળ્યા હતા. બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક વૃદ્ધિ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદામાં ૨૦ કિલોદીઠ રૂ.૨૪ અને કોટનમાં ગાંસડીદીઠ રૂ.૪૬૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો રહ્યો હતો. સીપીઓ અને રબરમાં સુધારા સામે મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો.
દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૬૭૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૬,૨૫૧ અને નીચામાં ૧૫,૬૭૦ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૫૮૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૮૫ પોઈન્ટ વધી ૧૫,૯૫૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૩૨૨ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૮૦૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૭૫૪ પોઈન્ટ વધીને ૧૪,૧૦૩ના સ્તરે બંધ થયો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૧૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૮૭૫ અને નીચામાં રૂ.૫૦,૧૨૮ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૫૩ના ઉછાળા સાથે રૂ.૫૦,૯૦૪ના સ્તરે બંધ થયો હતો.
ગોલ્ડ-ગિનીનો જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૨૨૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૫૦ના ઉછાળા સાથે રૂ.૪૦,૮૧૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૨૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૭ વધી બંધમાં રૂ.૫,૦૭૭ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૨૫૪ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૧,૫૫૦ અને નીચામાં રૂ.૬૭,૮૬૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૮૫૭ના ઉછાળા સાથે રૂ.૬૯,૯૬૨ના સ્તરે બંધ થયો હતો.
ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૧૮૮ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૮૨૬ના ઉછાળા સાથે રૂ.૬૯,૯૦૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૮,૦૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૮૧૨ના ઉછાળા સાથે બંધમાં રૂ.૬૯,૮૯૮ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૫૩૩ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૭૫૫ અને નીચામાં રૂ.૩,૪૫૭ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૧૪ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૭૩૮ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૨.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૯ વધી રૂ.૨૦૧.૧૦ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૪ વધી રૂ.૧,૨૧૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૭૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૩૪૦ અને નીચામાં રૂ.૨૦,૫૫૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૪૬૦ના ઉછાળા સાથે રૂ.૨૧,૦૯૦ના સ્તરે બંધ થયો હતો.
મેન્થા તેલનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૧,૦૦૦.૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧,૦૦૮ અને નીચામાં રૂ.૯૮૫.૫૦ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૨.૮૦ ઘટી રૂ.૯૯૩.૨૦ના સ્તરે બંધ થયો હતો.
ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૭૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯.૬૦ વધી રૂ.૯૮૭.૪૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૩૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૫૫૦ અને નીચામાં રૂ.૧૫,૨૦૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૧૪ની વૃદ્ધિ સાથે ર ૂ.૧૫,૪૭૮ના ભાવે બંધ થયો હતો.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here