નવી દિલ્હી: સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાંથી ગ્રાહકોને રાહત આપવા હાલને તબક્કે આબકારી જકાતમાં ઘટાડો કરવાની કોઈ યોજના ન હોવાનું તેલ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે કહ્યું હતુંમુંબઈમાં બુધવારે પેટ્રોલના ભાવ પ્રતિલિટર રૂ. ૯૪ અને ડીઝલના ભાવ પ્રતિલિટર રૂ. ૮૪ને વટાવી ગયા હતા. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૮૭.૬૦ અને ડીઝલનો ભાવ રૂ. ૭૭.૭૩ થઈ ગયો હતો. લગભગ છેલ્લાં ૧૧ મહિનાથી પેટ્રોલ અને ડીઝલનાં છૂટક ભાવમાં ઘટાડો જોવા નથી મળ્યો એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ દાયકાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. તે સમયે સરકારે પેટ્રોલના ભાવ પરની આબકારી જકાતમાં પ્રતિલિટર વિક્રમજનક રૂ.૧૩ અને ડીઝલ પર રૂ.૧૬નો વધારો કર્યો હતો.