ભાજપે ચૂંટણી લડ્યા વિના જ ઉના-કડી નગરપાલિકા કબ્જે કરી, પાલિકા-પંચાયતોની 219 બેઠક પર ચૂંટણી પહેલા જ BJPનો વિજય । 16 ફેબ્રુઆરીએ ભાજપે 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી
અમદાવાદ:આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને જીત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપના નામે રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઠેરઠેર ફોર્મ ખેંચતા ભાજપને વગર ચૂંટણીએ જ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. જેમાં 16 ફેબ્રુઆરી 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે.મહેસાણાની કડી અને ગીરસોમનાથની ઉના પાલિકા ભાજપની નિતિન પટેલના વતન એવા મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણીએ લહેરાયો હતો. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા કબ્જે કરી હતી.