નવસારીના વાંસદામાં સ્મૃતિ ઇરાનીના રાહુલ ગાંધી પર પ્રહાર, ‘તાકાત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી બતાવે’

0
22
આ સાથે જ તેમણે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ભાજપના વિકાસકામો અંગે વાતો કરી હતી.
આ સાથે જ તેમણે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ભાજપના વિકાસકામો અંગે વાતો કરી હતી.

નવસારી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર અર્થે આવી રહ્યાં છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે. આજે તેમની સભા નવસારીના વાંસદા યોજાઇ હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે જ તેમણે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ભાજપના વિકાસકામો અંગે વાતો કરી હતી.ચાયની ચાય અને પાણીનું પાણી થઇ જશે આસામમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, હું રાહુલ ગાંધીને કહું છું કે, તાકાત હોય તો ગુજરાતને અજમાવી જુઓ, તાકાત હોય તો અહીં ચૂંટણી લડીને બતાવો ત્યારે ચાઈની ચાય અને પાણીનું પાણી થશે.