ચીને વેક્સિનેશન મામલે મોટો દાવો કર્યો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશન એનએચસી નું કહેવું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના એક અબજથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં વેક્સિનેશનની બાબતમાં ચીન વિશ્વમાં સૌથી આગળ થયું છે. અમેરિકા બીજા નંબરે છે અને ભારત ત્રીજા નંબરે છે. અમેરિકામાં 31 કરોડ અને ભારતમાં 27 કરોડથી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.એનએચસી એ અહેવાલ આપ્યો છે કે માર્ચના અંતમાં, સમગ્ર દેશ માટે મફત વેક્સિનેશનની ગતિ ઝડપી થઈ હતી. શનિવારે એક અબજ ડોઝને પાર કરવામાં આવ્યા હતા. આ આખા વિશ્વમાં લગાવવામાં આવેલા કુલ અઢી અરબ ડોઝના 40% છે. જો કે, એનએચસીએ જણાવ્યું નથી કે કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે.ચીન 27 માર્ચે 10 લાખ ડોઝના આંકડાને પાર કરી ગયું હતું. આ સંદર્ભમાં, તે યુએસથી બે અઠવાડિયા પાછળ હતું. એનએચસી ના ડેટા અનુસાર, ગયા મહિને 50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. તેને કારણે વેક્સિનેશનમાં ઘણો વધારો થયો છે. ચીનની વસ્તી લગભગ 1.40 અબજ છે. આને લીધે, પ્રતિ 100 લોકોને ડોઝ લગાવવાની બાબતમાં તે અમેરિકા અને બ્રિટન જેવા દેશોથી હજુ પણ પાછળ છે.શિન્હુઆના અહેવાલ મુજબ, ચીનને 10 કરોડથી 20 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 25 દિવસનો સમય લાગ્યો હતો. 20 થી 30 કરોડ સુધી પહોંચવા માટે 16 દિવસ અને 80 થી 90 કરોડ સુધી પહોંચવા માટે ફક્ત 6 દિવસ લાગ્યા હતા.એટલે કે એક દિવસમાં એક કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચીનની બે વેક્સિન સિનોફાર્મ અને સિનોવેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ચીને ઘણા દેશોમાં બંને વેક્સિન સપ્લાય કરી છે.