Gold Price Today : સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. આજે એમસીએક્સ માં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ઓગસ્ટ સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ રૂ 46537 ના સ્તરે છે. ગુજરાતમાં આજે સોનાના ભાવ ઘટયા છે. સોનુ અમદાવાદ અને રાજકોટમાં 48200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.જો લેટેસ્ટ રેટ સાથે તુલના કરવામાં આવે તો સોનું તેના ઓલ-ટાઇમ- હાઈ 10 ગ્રામ દીઠ રૂ 56254 સામે 9000 રૂપિયા સસ્તુ છે. આ સિવાય જો આપણે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો તેમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો દર પ્રતિ ઔંસ 1,763.63 ડોલર પર આવી ગયો છે જે છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.
ગુજરાતમાં ઘટયા સોનાના ભાવ,અમદાવાદ અને રાજકોટમાં 48200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થયુ
Date: