ફિલીપાઇન્સઃ ફિલીપાઇન્સ મિલિટ્રી પ્લેન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. આ પ્લેનમાં 85 લોકો સવાર હતા. આર્મ ફોર્સના વડાએ રવિવારે સવારે આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવાયા હોવાનો તેમણ દાવો કર્યો છે. પ્લેનમાં સવાર અન્ય લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.
જનરલ સિરાલીટો સોબેજનાએ કહ્યું, સી-130 દક્ષિણ ફિલીપાઇન્સના જોલો આઈલેન્ડ પર ઉતરતી વખતે રન વે પર ઉતરાણ કરવાનું ચૂકી જતાં આ ઘટના બની હતી. પ્લેનમાં સવાર મોટાભાગના લોકો તાજેતરમાં બેસિક મિલિટ્રી ટ્રેનિગમાં ગ્રેજ્યુએટ થયેલા હતા અને તેમને જોઈન્ટ ટાસ્ક ફોર્સની તાલીમ આપવા આઇલેંડ પર લઈ જવાતા હતા.ફિલિપાઈન્સ આર્મીના ચીફ જનરલ સિરિલીટો સોબેજાનાએ જણાવ્યું કે સળગતા સી-130 પ્લેનમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું.