આજે પણ સોનાના ભાવમાં નરમાશ જોવા મળી છે. નબળા વૈશ્વિક બજાર વચ્ચે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું એમસીએક્સ પર 10 ગ્રામ દીઠ 47,349 રૂપિયા પર ઉપલા સ્તરે કારોબાર કરતું નજરે પડયું હતું. હાલ સોનું તેના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી લગભગ 9000 રૂપિયા સસ્તુ છે.ઉલ્લેખનીય છે કે સોનાએ ઓગસ્ટ 2020 માં ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમયે સોનું 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની સપાટીએ પહોંચી ગયું હતું. આ બાદ સોનાએ આસપાસની સપાટી પણ બતાવી નથી.આ સિવાય જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર સોનું 0.1 ટકા ઘટીને 1785.41 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું . આ ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં દેખાઈ રહી છે.નિષ્ણાતો માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ તેના અગાઉના રેકોર્ડને તોડી 10 ગ્રામ દીઠ 60 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં રોકાણકારો જો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ સાથે ખરીદી કરે તો નફો મેળવી શકે છે. જો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે.