ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીથી ડરી ગયેલી ભાજપ સરકારે દિલ્હીની ‘આપ’ સરકારે લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોની સમીક્ષા કરી ગુજરાતમાં પણ શિક્ષણ,આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ કામગીરી હાથ ધરવાની દિશામાં આગળ વધી રહી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે શિક્ષણ, ઉર્જા અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરી ‘આપ’ ના ઉમેદવાર જીતી ગયા હતા. પરિણામે ભાજપને કોંગ્રેસ કરતા વધુ આપ નો ડર લાગવા લાગ્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ ફેક્ટર ઘુસીના જાય તે માટે ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાત સરકારને આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સીની ચિંતા છે. પરિણામે રાજ્ય સરકારે આપને ટક્કર આપવા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરીની સમીક્ષા શરૂ કરી દીધી છે. ખાસ કરીને દિલ્હીમાં સતત બે ટર્મ થી શાસન કરી રહેલી આપ સરકારે કરેલા કામો જેમાં શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રમાં પ્રજાને આપેલી રાહતો, યોજનાઓ અને વિકાસને ધ્યાનમાં રાખીને ગુજરાતની રૂપાણી સરકાર પણ ખાસ પ્લાન કરી રહી છે. તે જોતા આગામી દિવસોમાં દિલ્હીની જનતાની જેમ ગુજરાતની જનતાને પણ અનેકવિધ લાભો અને રાહતો મળી શકે તેમ છે.રાજ્યમાં નિવૃત્ત IAS કે એ કક્ષાના નિવૃત્ત અધિકારીને લોકપાલ તરીકે નિયુક્ત કરાશે. રાજ્યના નિવૃત્ત અધિકારીઓ, જેઓ લાંબા સમય સુધી ઉચ્ચ સ્થાને ફરજ બજાવી ચૂકયા હોય તેઓ સરકારી પ્રક્રિયાથી જાણકાર હોય તેવા અધિકારીઓને બેસાડવામાં આવી શકે છે. જોકે નિવૃત્ત અધિકારીઓ સરકારની ‘ફેવર’ પણ કરી શકે એવો ભય છે. સરકારની આ દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ જિલ્લા કક્ષાના લોકપાલની કચેરીનું માળખું અને નિયમો ઘડી કઢાશે.રાજ્યમાં હાલમાં જ આમઆદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ થયો છે અને રાષ્ટ્રીય કક્ષાએ લોકપાલની નિયુક્તિ મુદ્દે જે આંદોલન થયું હતું એમાં ‘આપ’ના હાલના વડા અરવિંદ કેજરીવાલ જોડાયા હતા અને એ સમયથી જ તેઓ જાણીતા બન્યા હતા અને બાદમાં દિલ્હીમાં તેમની ‘આપ’ની સરકારનું બે ટર્મથી શાસન છે. હવે ગુજરાતમાં ‘આપ’ના આગમનથી તેની અગમચેતીરૂપે ભાજપ સરકારે આ પગલું લેવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણકારો માની રહ્યા છે.
‘આપ’ સે ટક્કર: દિલ્હીના કેજરીવાલને પગલે રૂપાણી સરકારની શિક્ષણ,આરોગ્ય અને વીજળીમાં પ્રજાને વધુ લાભ આપવાની તૈયારી
Date: