નવી દિલ્હી: ભારતમાં મંગળવારે 42,015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. ત્યાર બાદ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,12,16,337 થઈ ગઈ છે. આ ઉપરાંત વધુ 3,998 લોકોના મૃત્યુ સાથે કુલ મૃતકઆંક 4,18,480 થયો છે. છેલ્લા 24 કલાકમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિત દર્દીઓની સરખામણીએ ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 36,977 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા અને ત્યાર બાદ કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3,03,90,687 થઈ ગઈ છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4,07,170 છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.27 ટકા છે જે પાછલા 30 દિવસોથી 3 ટકાથી ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 34,25,446 ડોઝ લગાવવામાં આવ્યા હતા અને તે સાથે જ કુલ વેક્સિનેશનનો આંકડો 41,54,72,455 થઈ ગયો હતો. દેશમાં કોરોનાના નવા કેસ પૈકીના 77.89 ટકા કેસ ફક્ત 5 રાજ્યોમાંથી જ સામે આવ્યા છે. જ્યારે 40.1 ટકા કેસ માત્ર કેરળ રાજ્યમાંથી જ સામે આવ્યા છે. સૌથી વધારે નવા કેસની વાત કરીએ તો કેરળમાં મંગળવારે સૌથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્ર આ મામલે બીજા નંબરે આવ્યું હતું. જોકે મહારાષ્ટ્રમાં સોમવારની સરખામણીએ મંગળવારે નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સિવાય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાંથી કોરોનાના વધારે કેસ સામે આવ્યા હતા. હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.36 ટકા જેટલો છે.