વિશ્વના સૌથી મોટો સ્પોર્ટિંગ ઈવેન્ટ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત શુક્રવારથી થશે. જેમાં દુનિયાભરના 206 દેશોના 11,238 એથલીટ ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં ટીન એજરથી લઇને ઉંમર લાયક એથલીટ પણ ભાગ લેવાના છે. તો ચલો આપણે જાણીએ કે દુનિયાના સૌથી વરિષ્ઠ અને ઉંમરલાયક ટોક્યો ઓલિમ્પિક એથલીટ કોણ કોણ છે.ઓસ્ટ્રેલિયાની હોર્સ રાઇડર મેરી હાના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી સૌથી વરિષ્ઠ એથલીટ હશે. હાના છઠ્ઠીવાર ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરતાની સાથે જ તે ઓલિમ્પિકના ઇતિહાસની બીજી સૌથી વરિષ્ઠ મહિલા એથલીટ બની જશે. અત્યારે આ રેકોર્ડ બ્રિટનની પૂર્વ હોર્સ રાઇડર લૉર્ના જૉન્સનના નામે છે. 1972 ઓલિમ્પિકમાં એણે 70 વર્ષની ઉંમરે ભાગ લીધો હતો.મેરી હાના માત્ર 4 વર્ષની ઉંમરથી જ હોર્સ રાઇડિંગ કરી રહી છે. એણે પિતાના ફાર્મ પર પહેલીવાર હોર્સરાઇડિંગ કરવાની શરૂઆત કરી હતી. ઓલિમ્પિકમાં હાના અત્યારસુધી એકપણ મેડલ જીતી શકી નથી. તે 2016 રિયો ઓલિમ્પિકમાં 9માં સ્થાન પર રહેનાર ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં પણ સામેલ હતી.ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી યુવા એથલીટ હોવાનો રેકોર્ડ સીરિયાની 12 વર્ષીય હેન્ડ ઝાઝા બનાવશે. ઝાઝા ટેબલ ટેનિસમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. હેન્ડ ઝાઝા ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં પાર્ટ લેનાર પોતાના દેશની પહેલી ખેલાડી બનશે.હેન્ડ ઝાઝાએ લેબનાનની 42 વર્ષીય ખેલાડી મારિયાના સહાકિયાને હરાવીને ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી. ઝાઝા 5 વર્ષની હતી ત્યારની ટેબલ ટેનિસ રમે છે. તે જ્યારે 6 વર્ષની હતી ત્યારે વર્લ્ડ હોપ્સ વીક એન્ડ ચેલેન્જ ઇવેન્ટ (દોહા)માં ભાગ લીધો હતો.સ્વીડનના પૂર્વ શૂટર ઑસ્કર સ્વાન ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ અત્યારસુધીના સૌથી વરિષ્ઠ એથલીટ છે. ઑસ્કરે 1920 ઓલિમ્પિકમાં 71 વર્ષ, 280 દિવસની ઉંમરે ભાગ લીધો હતો. આ સમયે પણ એક્ટિવ અને ફિટ ઑસ્કરે સિલ્વર મેડલ જીત્યો હતો. વળીં, વર્લ્ડના સૌથી યુવા એથલીટ હોવાનો રેકોર્ડ ગ્રીસના દિમિત્રિયોસ લૉન્ડ્રાસના નામે છે. એણે 1896માં એથેન્સમાં રમાયેલી ઓલિમ્પિકમ ગેમ્સમાં 10 વર્ષ 218 દિવસની ઉંમરે જિમ્નાસ્ટિક્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. લૉન્ડ્રાસ ઇતિહાસના સૌથી યુવા પાર્ટિસિપેન્ટ હોવાની સાથે સૌથી યુવા મેડલિસ્ટ પણ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી વરિષ્ઠ અને યુવા એથલીટ: ઓસ્ટ્રેલિયાની મેરી હાના સૌથી વરિષ્ઠ તો સીરિયાની હેન્ડ ઝાઝા સૌથી યુવા એથલીટ હશે
Date: