ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે શુક્રવારે ત્રીજી વનડે મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બીજી વનડે જીતીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. તેવામાં આ અંતિમ મેચમાં ધવનની ટીમ આગામી વર્લ્ડ કપને જોતા એક્સપેરિમેન્ટ્સ કરી શકે છે. મહત્ત્વનું છે કે રાહુલ દ્રવિડ પણ અંતિમ મેચમાં યુવા ખેલાડીને મેચ રમવાની તક આપવા માટે વિચાર કરી શકે છે.કોલંબોની મેચ બેટ્સમેન ફ્રેન્ડલી છે. બંને વનડે મેચમાં 250+ રનનો સ્કોર બન્યો હોવાથી શુક્રવારે પણ હાઇસ્કોરિંગ મેચ રમાઈ શકે છે. પિચનો અત્યાર સુધીનો મિજાજ જોતા ટોસ જીતીને ચેઝ કરવાનો વિકલ્પ સૌથી બેસ્ટ રહેશે. શ્રીલંકામાં 2 વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે જો વરસાદ પડશે તો મેચ શરૂ થવામાં સમય લાગશે. શુક્રવારે અહીં તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં બીજી વનડેના મેચ વિનરને કોણ ભૂલી શકે! દીપક ચાહર…. જેણે 69 રનની ઈનિંગ રમીને ઈન્ડિયન ટીમને મેચની સાથે સિરીઝ પણ જીતાડી હતી. હવે એ મેચ વિનરનું રોકસ્ટાર રૂપ પણ સામે આવ્યું છે. BCCIએ ત્રીજી વનડે મેચના 1 દિવસ પહેલા દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.ઈન્ડિયન ટીમ ત્રીજી વનડે પહેલા ઉજવણીના મૂડમાં જોવા મળી હતી. મોટાભાગના ખેલાડીઓ હોટલના કેફેમાં સોન્ગ ગાઇને તથા સ્વિમિંગ પુલમાં મસ્તી કરીને ટાઈમ સ્પેડ કરતા જોવા મળ્યા હતા. BCCIએ દીપક ચાહરનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઈન્ડિયન ટીમના ફિઝિઓ નિરંજન પંડિત સાથે ગીત ગાતો જોવા મળ્યો હતો. દીપકે મિક્સ રેટ્રો સોન્ગ્સ ગિટાર વગાડતા-વગાડતા ગાયા હતા.
આજે IND v/s SL ત્રીજી વનડે: અંતિમ મેચમાં યુવા ક્રિકેટર્સને ઈન્ડિયન ટીમમાં તક મળી શકે છે
Date: