વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે 20 હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા છે. જેને લઇને ઓનલાઇન ટિકિટ માટેનું સર્વર ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. કેવડિયા સ્થિત સ્વાગત કચેરીમાં પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.પ્રવાસીઓનું કહેવું હતું કે, તેઓએ ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચ્યા પણ ટિકિટ બુક થઈ નથી. તેઓના એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ ગયા, એકાઉન્ટમાંથી રૂપિયા તો કપાઈ ગયા, પરંતુ, ટિકિટ ન મળતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ અટવાઇ પડતા ભારે રોષ જોવા મળ્યો હતો. છેવટે ઓનલાઇન બુકિંગની જગ્યાએ ઓફલાઇન ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હઆ પહેલા પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં જવાનો મોકો ન મળતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટ ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે.
છેવટે ઓનલાઇન બુકિંગની જગ્યાએ ઓફલાઇન ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી4 મહિના પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ટુરિસ્ટ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ અસિસ્ટન્ટની નોકરીના ઇન્ટરવ્યૂમાં હોબાળો મચી ગયો હતો. CIFL HR કંપની દ્વારા ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરી વાંચ્છુકોના ટોળેટોળા ભેગા થઇ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને લક્ષ્મીપુરા પોલીસે આયોજક રીતિષ સુરેશ રાવની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. જેથી કંપનીને ઇન્ટરવ્યૂ રદ્દ કરવાની ફરજ પડી હતી. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખીને આ ભરતી પર રોક લગાવવા રજૂઆત કરી હતી.