ટોક્યો ઓલિમ્પિકના 11મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે. ભારતે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું હતું. ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. તેણે ડાયરેક્ટ ફ્લિકથી ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો.શૂટરમાં પણ ભારતની છેલ્લી આશા ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂતનો મુકાબલો શરૂ થઈ ગયો છે. તે બંને 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આજે દેશની નજર કમલપ્રીત કૌર પર રહેશે. તે ડિસ્કસ થ્રોની ફાઇનલમાં પ્રવેશ કરશે. જો કમલપ્રીત મેડલ જીતવામાં સફળ રહી, તો તે એથ્લેટિક્સમાં મેડલ લાવનાર પ્રથમ ભારતીય બનશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કમલપ્રીતના પ્રદર્શનને જોતાં તેને મેડલ લાવવાની આશા વધી છે. તેણે ડિસ્કસને 64 મીટર દૂર ચક્ર ફેંકીને ઇતિહાસ રચ્યો હતો.શૂટરમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે આશા જાગાવી છે. તે પુરુષોની 50 મીટર થ્રી પોઝિશન ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે ચાલી રહ્યો છે. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે નીલિંગમાં કુલ 397નો સ્કોર કર્યો છે. તેણે પ્રથમ શ્રેણીમાં 99, બીજીમાં 100, ત્રીજીમાં 98 અને ચોથી શ્રેણીમાં 100 નો સ્કોર કર્યો હતો.શૂટરમાં સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. પુરુષોની 50 મીટર થ્રી પોઝિશનની ક્વોલિફિકેશનમાં બંને નિશાનેબાજ ભાગ લઈ રહ્યા છે. થ્રી પોઝિશન રાઇફલમાં ત્રણ રાઉન્ડ હોય છે. ખેલાડીઓએ 3 સ્થિતિમાં નીલિંગ (ઘૂંટણિયે બેસીને), પ્રોન (લાંબા થઈને સૂઈને) અને સ્ટેન્ડિંગ (ઊભા રહીને)માં નિશાન લગાવવાનું હોય છે. દરેક રાઉન્ડમાં 40 શોટસ હોય છે. ત્રણેય રાઉન્ડ પછી ટોચના 8 ખેલાડી આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઇ થશે.