ગૂગલ પર ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પુસરલા વેંકટ સિંધુ એટલે કે પીવી સિંધુની જાતિ શોધવામાં આવી રહી છે. ટ્વિટર પર લોકો ગૂગલ સર્ચ કરનારાઓ વિરુદ્ધ ટ્વિટ્સ કરી રહ્યા છે. ગૂગલ પર કોણ-કયો શબ્દ સર્ચ કરી રહ્યા છે એની જાણકારી trends.google.comથી મળે છે. એક ઓગસ્ટે જેવું જ સિંધુ મેડલ જીતી તરત જ pv sindhu caste આખા દિવસનું સૌથી વધુ સર્ચ કરનારુ કીવર્ડ બની ગયું.સોશિયલ મીડિયા યુઝર્સનો આરોપ છે કે જ્યારે સિંધુએ મેડલ જીત્યો ત્યારે તેમની જિંદગી વિશે, તેને કોણે હરાવી, આ બધું જાણવા કરતાં લોકોએ તેની જાતિ શું છે એ જાણવું વધુ અનુકૂળ લાગ્યું. સિંધુની જાતિ શોધનારાઓમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતના લોકોનો સમાવેશ છે.ગુગલ ટ્રેડ્સના ગ્રાફમાં નજરે આવી રહ્યું છે કે pv sindhu caste કીવર્ડને પહેલીવાર ઓગસ્ટ 2016માં ગૂગલ પર શોધવામાં આવેલું. ખરેખર 20 ઓગસ્ટ 2016માં સિંધુએ રિયો સમર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાર પછી સતત 5 વર્ષ સુધી સિંધુની જાતિ શોધવામાં આવી રહી છે, પરંતુ ઓગસ્ટમાં એમાં 90%નો વધારો થયો છે.ગૂગલના ડેટા મુજબ, સિંધુની કાસ્ટ શોધવા માટે લોકો ગૂગલ પર ઘણી મહેનત કરી રહ્યા છે. તેઓ માત્ર પીવી સિંધુ જાતિની જ નહીં, પરંતુ pusarala caste, pusarla surneme casteનું પણ સર્ચ કરે છે.આ અંગે સવાલ ઉઠાવતા સામાજિક કાર્યકર્તા દિલીપ મંડલે લખ્યું: આજે ગૂગલ પર જે લોકોએ આવું કર્યું છે તેઓ ગરીબ કે ગ્રામીણ લોકો નથી. જે લોકો આમ કરી રહ્યા છે તેઓ અંગ્રેજી, મોબાઇલ, લેપટોપ અથવા આવા કોઈપણ ડિવાઇસ અને ઇન્ટરનેટ ડેટામાં ટાઇપ કરવાનું જ્ઞાન ધરાવતા હશે, એટલે કે આજે પણ જાતિ, શહેરીકરણ જેવા મુદ્દાઓ ભારતમાંથી ગયા નથી અને લોકોને પોતાની જાતિ દ્વારા માન આપવામાં આવે છે, આ એક ગંભીર બાબત ગણી શકાય.જોકે ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ લોકો આવું કરી ચૂક્યા છે. અમે અહીં આવા કેટલાક કિસ્સાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે.કુસ્તી ખેલાડી સાક્ષી મલિકે 2016ના રિયો સમર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એના પછી સતત તેની જાતિ શોધવામાં આવી રહી છે. લોકો હજી પણ જાતિ શોધી રહ્યા છે. ગૂગલ ડેટા અનૂસાર જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં પણ sakshi malik caste, malik caste જેવા કીવર્ડ ટોપ ટ્રેન્ડમાં રહ્યા હતા. ગૂગલ પર મલિકની જાતિ સૌથી વધુ રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં સર્ચ થયેલી.
ગૂગલ પર લોકો ખેલાડીઓની જાતિ શોધી રહ્યા છે: AP-તેલંગાણા-મહારાષ્ટ્ર-બિહારના લોકો પીવી સિંધુની જાતિની તપાસ કરી રહ્યા છે
Date: