દેશમાં ફરી એકવાર વરસાદનું આગમન થતાં લોકો મોન્સૂનની મજા માણી રહ્યા છે. દિલ્હીમાં લાંબા વિરામ પછી ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે, જોકે અનરાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, શનિવારે ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હી-NCRમાં ભારેથી અતિભારે પડી શકે છે.દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દેશમાં શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને પણ એનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી, 21 ઓગસ્ટના દિવસે હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી 2 દિવસો સુધી સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જોકે મધ્યપ્રદેશના 11 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું છે તો રાજસ્થાનના 10 જિલ્લામાં યલો અલર્ટ જાહેર.IMDની આગાહી મુજબ, 23 ઓગસ્ટ સુધી પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં તૂટક-તૂટક વરસાદની સંભાવના છે. ઉત્તર દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ તો કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.IMDની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન તામિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે, રાયલસીમા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
બીજી બાજુ, ઉત્તર-પૂર્વ ભારત, ઉપ-હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાત અને રાજસ્થાન સહિત 8 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી;દિલ્હીમાં મેઘતાંડવ, ઠેર-ઠેર પાણી ભરાયાં
Date: