ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે પંકજ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.IAS અનિલ મુકીમને રાજ્યમાં મુખ્ય સચિવ તરીકે અગાઉ 6-6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 31મી ઓગસ્ટે તેમનો કાર્યકાળ પૂરો થતો હોવાથી તેણે 25મી ઓગસ્ટે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના બાદ મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. જેમાંથી પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે. તેઓ હવે 31મી ઓગસ્ટે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે.
ગુજરાતમાં 2013થી છેલ્લા 5 મુખ્યસચિવની છેલ્લી પોસ્ટ
- અનિલ મુકીમ – દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા, ગુજરાતમાં મુખ્યસચિવ બનાવાયા (ગુજરાતમાં છેલ્લે મુખ્યમંત્રીના સેક્રેટરી)
- ડો. જે એન સિંઘ- CS પહેલા રાજ્યમાં એડીશનલ ચીફ સેક્રેટરી (ફાયનાન્સ)
- જી આર અલોરિયા- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ), ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા
- ડી જી પાંડીયન- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ)
- વરેશ સિંહા- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (ફાયનાન્સ)