પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વાડજમાં ઈન્ટર-મોડલ હબ ટ્રાંસપોર્ટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. ઈન્ટર મોડલ હબ શહેરની અંદર થતા વાહનવ્યવહારના દરેક માધ્યમને જોડશે. અહીં બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે પ્રોજેક્ટ અંગે વાત કરતાં જણાવ્યું કે, “હબ રાણીપમાં મેટ્રો અને GSRTC બસ સ્ટેશનને જોડશે. બેટરી ઓપરેટેડ વાહનો દ્વારા બુલેટ ટ્રેન અને સાબરમતી રેલવે સ્ટેશનને પણ હબ સાથે જોડાશે. હબ DBFOT (ડિઝાઈન બિલ્ડ ફાઈનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાંસફર) પર આધારિત હશેAMTS સાથે આ હબને જોડવા સિવાય બહારથી શહેરમાં આવતા લોકોને રહેવાની સુવિધા પણ અહીં પૂરી પાડવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારાના જણાવ્યા પ્રમાણે, “હબ 26,709 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે. હબ પાસે 4.0 FSI છે જે 1.07 લાખ સ્ક્વેર મીટરનો FSI એરિયો પૂરો પાડશે. હબમાં બેઝમેન્ટ પાર્કિંગ હશે સાથે જ 14 માળ સુધી કોમર્શિયલ ફેસિલિટી હશે.”આ હબ દ્વારા 2022 સુધીમાં 51,887 પેસેન્જર્સને સુવિધા પૂરી પાડશે, જેમાં મેટ્રોના 3,837, GSRTCના 20,840 પેસેન્જર્સ, 14,818 પેસેન્જર્સ BRTSના અને 12,392 પેસેન્જર્સ AMTSના હશે. પ્રોજેક્ટના પ્રસ્તાવ પ્રમાણે આશા છે કે 2032 સુધીમાં પેસેન્જર્સની સંખ્યા વધીને 71,384 થઈ જશે. અધિકારીના મતે, ચંદ્રભાગા કેનાલને પણ પ્રોજેક્ટમાં આવરી લેવાશે અને આ વિસ્તારને બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડવાની યોજના છે.