દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 431 લોકોના મોત થયા હતા. બુધવારે 27,176 નવા કેસ નોંધાયા હતા અને 284 લોકોના મોત થયા હતા, જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા હતા. મંગળવારે 25,409 કેસ અને 339 લોકોના મોત થયા હતા. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સોમવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 17,681 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 208 લોકોના કોરોનાથી મોત થયા છે. આમ દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી અડધાથી વધારે માત્ર કેરળમાં જ નોંધાયા છે.કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 76,57,17,137 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 64,51,423 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.
દેશમાં 4 દિવસ બાદ 30 હજારથી વધુ કેસ ફરીથી નોંધાયા, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ
Date: