ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
આજે જ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ મીટિંગ સાંજે 4-30 કલાકે મળવાની છે.
મંત્રીમંડળમાં જ્ઞાતિનું સમીકરણ પણ ધ્યાનમાં રખાયું:-
1. ભૂપેન્દ્ર પટેલ – (મુખ્યમંત્રી) – પાટીદાર
2. રાજેન્દ્ર ત્રિવેદી- બ્રાહ્મણ
3. જીતેન્દ્ર વાઘાણી – પાટીદાર
4. ઋષિકેશ પટેલ – પાટીદાર
5. પૂર્ણેશ મોદી – ઓબીસી
6. રાઘવજી પટેલ- પાટીદાર
7. કનુ દેસાઈ –
8. કિરિટસિંહ રાણા- ક્ષત્રીય
9. નરેશ પટેલ – એસટી
10. પ્રદીપસિંહ પરમાર- એસસી
11. અર્જુનસિંહ ચૌહાણ- ઓબીસી
12. હર્ષ સંઘવી – જૈન
13. જગદીશ પંચાલ- ઓબીસી
14. બ્રિજેશ મેરજા- પાટીદાર
15. જીતુ ચૌધરી- એસટી
16. મનીષા વકીલ- એસસી
17. મુકેશ પટેલ- કોળી
18. નીમીષા સુધાર- એસટી
19. અરવિંદ રૈયાણી- પાટીદાર
20. કુબેર ડિંડોર- એસટી
21. કિર્તિસિંહ વાઘેલા- ક્ષત્રીય
22. ગજેન્દ્રસિંહ પરમાર- એસસી
23. રાઘવતી મકવાણા- એસસી
24. વિનુ મોરડિયા- પાટીદાર
25. દેવા માલમ- કોળી