મુંબઈ: NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર નવા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. તેમાં કરોડો એકત્ર થયા હતા.મહારાષ્ટ્રમાં ક્રૂઝ ડ્રગ્સ કેસથી શરૂ થયેલી મંત્રી નવાબ મલિક અને NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચેની લડાઈ પુરી થવાનું નામ નથી લઈ રહી. ઉદ્ધવ સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે મંગળવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું કે, વાનખેડે જે શૂઝ પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા છે અને તેના શર્ટની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ છે.
2020નો હાઇ પ્રોફાઇલ કેસ હજી બંધ કેમ નથી થઇ રહ્યો?
નવાબ મલિકે કહ્યું, ‘2020માં વાનખેડે આવ્યા બાદ NCBએ કેસ નોંધ્યો છે. આ જ કેસમાં સારા અલી ખાનને બોલાવવામાં આવી હતી, આ જ કેસમાં શ્રદ્ધા કપૂરને બોલાવવામાં આવી હતી, દીપિકા પાદુકોણને પણ આ જ કેસમાં બોલાવવામાં આવી હતી, તે કેસમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. આજ સુધી તે કેસ બંધ નથી થઈ રહ્યો, ન તો ચાર્જશીટ થઈ રહી છે, એવું શું છે કે, 14 મહિનાથી કેસ બંધ નથી થઇ રહ્યો. આ કેસ હેઠળ હજારો કરોડની વસૂલાત કરવામાં આવી છે.નવાબ મલિકે કહ્યું, ‘2020માં વાનખેડે આવ્યા બાદ NCBએ કેસ નોંધ્યો છે. આ જ કેસમાં સારા અલી ખાનને બોલાવવામાં આવી હતી, આ જ કેસમાં શ્રદ્ધા કપૂરને બોલાવવામાં આવી હતી, દીપિકા પાદુકોણને પણ આ જ કેસમાં બોલાવવામાં આવી હતી, તે કેસમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. આજ સુધી તે કેસ બંધ નથી થઈ રહ્યો, ન તો ચાર્જશીટ થઈ રહી છે, એવું શું છે કે, 14 મહિનાથી કેસ બંધ નથી થઇ રહ્યો. આ કેસ હેઠળ હજારો કરોડની વસૂલાત કરવામાં આવી છે.