દોડ દરમિયાન છાતીમાં અસહ્ય દુઃખાવો થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો.
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના (Arvalli) મોડાસાના (modasa news) સાકરીયા પોલીસ ગ્રાઉન્ડ (police gournd) ખાતે યોજાયેલી હોમગાર્ડ ભરતીમાં (Homeguard recruitment) આવેલા ઉમેદવારનું ફિજિકલ ટેસ્ટ (Physical test) આપ્યા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દોડ દરમિયાન છાતીમાં અસહ્ય દુઃખાવો થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો. આમ પોતે બાળપણથી જ અનાથ હતો હવે તેના બાળકોએ પણ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી.અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા.ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉંમર 25 વર્ષ નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો.તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટિમ દ્વારા પ્રાથમિક તાપસ બાદ વધુ સારવાર માટે સ્થાળ ઉપર હાજર એમ્બ્યુલન્સ માં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે યુવાનના મોતને પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છવાયો હતો મરણ જનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર છે યુવકને ત્રણ બાળકો છે ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.