ગુજરાતમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ: આજે નવી SOP જાહેર થશે

0
18
નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.આજે સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકા જાહેર થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.આજે સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકા જાહેર થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ગાંધીનગર: ભારત સહિત વિશ્વભરના દેશોમાં નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચિંતાતુર બન્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં હાલ તો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી લહેરમાં ગુજરાતની જે પરિસ્થિતિ ઉદ્દભવી હતી તેને જોતા સરકાર હાલ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.આજે સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકા જાહેર થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. 

છેલ્લે મળતી માહિતી પ્રમાણે આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક મળશે. જેમાં રાત્રિ કર્ફ્યૂ દૂર કરવા અંગે કોઈ જાહેરાત થઈ શકે છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકીય અને સામાજિક મેળાવડામાં સરકાર વધુ છૂટ આપી શકે છે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડામાં હાલ 400 લોકોની મર્યાદા છે, તેના બદલે 800 લોકોને છૂટ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે ગત સપ્તાહે છુટછાટનો નિર્ણય કર્યો હતો. ત્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં અનેક છૂટછાટ અપાઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ સચિવ વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

અત્રે નોંધનીય છે કે, આજે (મંગળવારે) રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે, ત્યારે રાજ્ય સરકાર હવે રાત્રિ કર્ફ્યૂ અંગે શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે. બીજી બાજુ રાજ્યમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે, જેના કારણે સરકાર તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાના મતમાં જ છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. જોકે, ચર્ચા એવી છે કે, ગુજરાત સરકાર હવે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉઠાવી લેશે. સાથે સાથે લગ્નમાં 400થી વધારીને 800 જણાંને મજૂરી આપવા વિચારી રહી છે. હવે જયારે નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મૂકાઇ છે. મંગળવારે નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે.